કડીમાં 12 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો : ઘરોમાં પાણી ફરી વળ્યાં

*કડી માં વરસાદની ધમાકેદાર એન્ટ્રી*
*24 કલાકમાં 12 ઇંચ કરતા વધુ વરસાદ વરસી ગયો અને હજુ પણ વરસાદ ચાલુ*
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે કડી માં શુક્રવાર બપોર પછી શરૂ થયેલા વરસાદ થી કડી ની બજારોમાં તેમજ કરણનગર રોડ પરની છ જેટલી સોસાયટીઓમાં પાણી ભરાયી ગયા છે તથા કુંડાળ ની કાશીબા સોસાયટીની દીવાલ તૂટતા બાજુમાં આવેલી ઘનશ્યામનગર સોસાયટીમાં પાણી ઘુસી ગયા હતા.સદનસીબે તાલુકામાં કોઈ જાનહાની થયી નહોતી.
*કડી ના કરણનગર રોડ ઉપર આવેલી છ જેટલી સોસાયટીના મકાનોમાં પાણી ભરાયી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા*
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં શુક્રવારથી ભારે વરસાદને લઈ બજારો અને સોસાયટીઓમાં પાણી ભરાયી ગયા છે.કડી માં આવેલ અંડરબ્રિજ પણ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થયી ગયો છે.આ ઉપરાંત ભીમસર તળાવ પાણીથી ઓવરફ્લો થતા કડી માર્કેટયાર્ડમાં કેડ સમાં પાણી ભરાયી જતા ત્યાં રહેલા લાખો રૂપિયાના અનાજનો જથ્થો પાણીમાં પલળી ગયો છે.
મહેસાણા જિલ્લા માં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતો માં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ શહેરી જનો માટે મુશ્કેલીઓ પણ સાથે લાવ્યો છે. ત્યારે કડી માં 24 કલાક માં 12 ઇંચ વરસાદ ખાબકતા કડી ની હાલત અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. કડી શહેર ના કરણનગર રોડ પર આવેલી જય ગુરુદેવ સોસાયટી, એટલાન્ટા પાર્ક,મારુતિ એવન્યુ ,રાજ વૈભવ જેવી કેટલીયે સોસાયટી ઓ માં ઘરમાં પાણી ઘુસ્યા હતા. આથી સોસાયટી ના રહીશો ની ઘરવખરી ને પણ નુકશાન પહોંચ્યું હતું. જય ગુરુદેવ સોસાયટી માં ઢીંચણ સુધા પાણી હતા સાથે આ સોસાયટી ના ઘરો માં પણ પાણી ભરાઈ ગયા હતા.આ સોસાયટી માં છેલ્લા 10 વર્ષ થી પાણી ભરાવાની સમસ્યા જોવા મળે અને તેની વારંવાર રજુઆત કરવા છતાં અત્યાર સુધી પાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં આવી નથી આ સોસાયટી માં કેટલાય એવા ઘરો હતા જેમાં રાત્રી દરમ્યાન વરસાદ વરસતા ઘરો માં પાણી આવવાની શરૂઆત થઈ ગઈ હતી ત્યારે સવાર સુધી માં તમામ ના ઘરો માં પાણી ભરાઈ ગયા હતા.ઘરોમાં પાણી ભરાતા વૃધ્ધો અને નાના ભૂલકાઓની હાલત દયનિય જોવા મળી હતી.આ સોસાયટી ના રહીશો દ્વારા ઘરમાંથી પાણી નીકળે છે ત્યાં થોડી વાર માં ફરી એક વાર વરસાદી પાણી તેમના ઘર માં ઘૂસી જાય છે તેથી તેમના દ્વારા મહા મહેનત એ બહાર નીકળેલ પાણી પાછાં ઘરો માં આવી જાય છે.
કડી નગરપાલિકા પણ પાણી ભરાવાની સમસ્યા ને લઈ તાત્કાલિક હરકત માં આવી ગયી હતી પરંતુ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયી જતા તેઓ લાચાર થયી ગયા હતા.