મોડાસામાં પ્રભારી હર્ષદગીરી ગોસ્વામીની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાન સમિક્ષા બેઠક

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લા ભાજપા સંગઠન પર્વ અંતર્ગત મોડાસા, વિધાનસભા સહિતની તમામ વિધાનસભાની સદસ્યતા અભિયાન અંગે સમિક્ષા બેઠક મોડાસા ખાયે જિલ્લા ભાજપા કાર્યાલય મોડાસા ખાતે પ્રદેશ મંત્રી અને જિલ્લા પ્રભારી શ્રી હર્ષદગીરી ગોસ્વામીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.જેમાં જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી રણવીરસિંહ ડાભી, મહામંત્રી શ્રી શામળભાઇ પટેલ, શ્રી એસ.એમ.ખાંટ, પ્રદેશ કારોબારી સભ્ય શ્રી કનુભાઇ પટેલ, સંગઠન પર્વ ઇન્ચાર્જ શ્રી ભુપતસિંહ સોલંકી તથા શ્રીમતિ શકુંતલાબેન પટેલ મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રી સુભાષભાઇ શાહ સહિત આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા મીડિયા ઇન્ચાર્જ પ્રભુદાસભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે આ બેઠકમાં અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભાના તાલુકા શહેર મંડલોના પ્રમુખો,મહમંત્રીઓ હાજર રહ્યા હત અને તમને સદસ્યતા અભિયાન અંતર્ગત સમિક્ષા અને કામગીરીને વેગવંતી બને તેવા સુચનો કરવામાં આવ્યા હતા.