શ્રી હરિપ્રકાશ સ્વામીનો ૯૧મો જન્મદિન ઉજવાયો

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ગાંધીનગરના સ્થાપક અને પ્રણેતા શ્રી હરિપ્રકાશ સ્વામીના ૯૧મા જન્મદિન નિમિત્તે સંસ્થામાં સામાજિક કાર્યો કરવામાં આવ્યાં હતાં. મૅડિકલ કૅમ્પમાં આંખ અને દાંતના નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી. રક્તદાન શિબિરમાં લાયન્સ ક્લબ, ગાંધીનગર દ્વારા સેવા આપવામાં આવી હતી. ૫૦૦થી વધુ સ્ટાફજનો દ્વારા સ્વામીજીનું ગુરૂપૂજન શા†ોક્ત વિધિથી કરવામાં આવ્યું હતું. સંસ્કૃતના શ્લોકો સાથે ૧૧થી વધુ બાળકોએ પુષ્પવર્ષાથી સ્વામીજીનું પૂજન કર્યું હતું. પંચદેવ મંદિરના ફુલશંકર શા†ી, લોકડાયરાના ખ્યાત કલાકાર ભીખુદાન ગઢવી અને ગાયક જિજ્ઞેશ કવિરાજ આ પ્રસંગે ખાસ ઉપÂસ્થત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ઍસઍસઆઈટી, ભાટ દ્વારા નિર્મિત વર્ચ્યુઅલ દિપ પ્રાગટ્ય ઇન્ટરનેટના માધ્યમથી કરવામાં આવ્યું હતું. પોલીટૅકનીકના સ્ટાફ દ્વારા સોલાર ઊર્જા સંચાલિત કાર સ્વામીજીને અર્પણ કરવામાં આવી હતી. ગુરુકુળ પરિવાર દ્વારા ફૂલ અને મોતીના હાર અર્પણ કરી સ્વામીજીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.