વિરમગામ ખાતે આનંદ મંદિર સ્કુલ દ્વારા રાખી મેળાનું આયોજન

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
વિરમગામ શહેરની જાણીતી શૈક્ષણીક સંસ્થા આનંદ મંદિર દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ રાખી મેળાનું તારીખ 13 અને 14 ના રોજ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિદ્યાર્થીઓએ પોતાના કળા નો ઉપયોગ કરી જુદી-જુદી રાખડીઓ બનાવી હતી અને તે રાખડીઓનું પ્રદર્શન તેમજ વેચાણ કર્યું હતું. રાખડીના વેચાણમાંથી જે ભંડોળ ભેગું થયું તેને વિદ્યાર્થીઓ દ્વારા ગૌશાળામાં દાન સહિતના સત્કાર્યમાં વાપરવામાં આવશે. શાળાનો હેતુ વિદ્યાર્થીઓમાં નવી કળાનું સર્જન થાય તેમજ સેવાકીય કાર્યમાં મન લાગે જેથી આવનારી પેઢી નું નવસર્જન થાય અને દેશભાવના જાગૃત થાય તેવો હતો તેમ આનંદ મંદિર સ્કુલના ગોકુલ પટેલે જણાવ્યુ હતુ. આ ઉપરાંત આનંદ મંદિર વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.