મોડાસાના ધારાશાસ્ત્રી હીરાભાઈ એસ.પટેલ ભાજપમાં જોડાયા

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રમોસના વતની અને પ્રખર ધારાશાસ્ત્રી,બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર શ્રી હીરાભાઈ એસ પટેલ આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ. તેમને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે તેઓએ ભાજપની વિચારસણીને સ્વીકારીને ભાજપનો ભગવો કેસ ધારણ કર્યો તે વેળાએ પ્રદેશ પ્રવકતા ભરતભાઇ પંડ્યા, દિવ દમણના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ, પ્રદેશ મીડિયા સેલના કન્વીનર પ્રશાંતભાઈ વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લા પ્રભારી અને વન મંત્રી રમણલાલ પાટકર અને જિલ્લા ભાજપના પ્રમુખ રણવીસિંહ ડાભીએ પણ તેમને ભાજપમાં આવકારી અભિનંદન આપ્યા હતા. ,