અંકલેશ્વર GIDCની કેમેટ વેટસ એન્ડ ફલો કંપનીમાં વીજ કરંટ લાગતા ઈલેક્ટ્રીશયનનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોળ તાલુકાના કુવરદા ગામમાં રહેતો ૨૨ વર્ષીય આનંદ ભગવાન દાસ વાઘ કોસંબાની સીસીટીવી કેમેરાની સાંઈ સિક્યુરીટી સોલ્યુશન એજન્સીમાં ઈલેક્ટ્રીશયન તરીકે ફરજ બજાવે છે એજન્સીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ કેમેટ વેટસ એન્ડ ફલો પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં સીસીટીવી કેમેરા ફીટ કરવાનો કોન્ટ્રાક્ટ લીધો હોય સીસીટીવીના ટેકનીશયન તરુણકુમાર અર્જુનભાઈ ટેલર અને આનંદ ભગવાન દાસ વાઘ સીસીટીવી કેમેરા લગાવવાનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન આનંદ ભગવાન દાસ વાઘ કંપનીના પતરા પર વાયર ખેંચી રહ્યો હતો તે વેળા તેને વીજ કરંટ લાગતા તે નીચે પટકાયો હતો જેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.