માલપુર તાલુકાની પી.જી.મહેતા હાઇસ્કૂલ ખાતે યુવા મહોત્સવ

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ માલપુરની પી.જી મહેતા હાઇસ્કુલ ખાતે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી કું જયાબેન સી.ખાંટના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.
આ યુવા મહોત્સવમાં ૨૭૫ ઉપરાંત કલાકારોએ ભાગ લઇ પોતાની કલાનાં દર્શન કરાવ્યા હતા આ મહોત્સામાં વકૃત્વ સ્પર્ધા, રાસ ગરબા, ચિત્ર સ્પર્ધા, કથન વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.સ્પર્ધામાં પ્રથમ, દ્રિતીય અને તૃતિય નંબર આવનારને પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ખાતે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી કું જયાબેન સી.ખાંટના માર્ગદર્શન તથા ખેલ મહાકુંભની માહિતી પણ બાળકોને પુરી પાડી હતી. આ મહોત્સવમાં હાઇસ્કૂલના આચાર્યશ્રી રણછોડભાલઇ પટેલ, શિક્ષકગણ, શાળાના બાળકો ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહયા હતા.