પોલીસ અધિક્ષક શ્રી ભરૂચનાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ મીટિંગ

આગામી તા.૨૪/૦૮/૨૦૧૮ ના રોજ જન્માષ્ટમી, તા. ૨૫/૦૮/૨૦૧૮ ના રોજ છડી નોમ (છડી શોભાયાત્રા) અને તા. ર૬/૦૮/ર૦૧૮ ના રોજ દશમ (છડી શોભાયત્રી) છડી ઉત્સવના તહેવાર નિમિતે આજ રોજ તા ૨૨/૦૮/૨૦૧૭ ના રોજ પોલીસ અધિક્ષક શ્રી ભરૂચનાની અધ્યક્ષતામાં ભરૂચ શહેર બી ડી વી.પો.સ્ટે. ખાતે ભરૂચ શહેર બી ડીવીઝન પો.સ્ટે. વિસ્તારની શાંતિ સમિતિ મીટિંગનુ આયોજન કરવામાં આવેલ છે. સદરહું શાંતિ સમિતિની મિટીંગમાં પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ, તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ વિભાગ, ભરૂચ ના તેમજ ખારવા સમાજ ની છડી આગેવાનો, અને લાલબજાર ખાડી સોલંકી સમાજની છડીના આગેવાનો સહિત કલ ૪૧ શાંતિ સમિતિના સભ્યો હાજર રહેલ.
સદરહુ શાંતિ સમિતિની મિટીંગમાં આગામી દિવસોમાં હિન્દૂ સમુદાયનો જન્માષ્ટમી – છડી ઉત્સવ નો તહેવાર આવતો હોય, આ તહેવાર દરમિયાન હિન્દુ -મુસ્લિમ સમુદાયના લોકો એકબીજા સાથે ભાઈચારા ભાવનાથી તહેવારોની ઉજવણી કરે અને કોમી એખલાસ જળવાય રહે, તેમજ કોઈ પણ સમુદાયની ધાર્મિક લાગણી તહેવાર દરમિયાન દુભાય નહિ અને શાંતિથી તહેવારોની ઉજવણી કરવામાં આવે. જે બાબતે હાજર રહેલ શાંતિ સમિતિ ના સભ્યો ને પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ નો દ્વારા સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ છે.