રાષ્ટ્રીય કક્ષાના ઇન્સ્પાયર માનાંક એવોર્ડ પ્રદર્શનનું આયોજન

ડાંગ જિલ્લાની દગડીઆંબાની પ્રાથમિક શાળાની ગટર ક્લીન ર ની કૃતિ દિલ્લી ખાતે પસંદગી પામતા રાષ્ટ્રીય કક્ષાનો ઇન્સ્પાયર માનાંક એવોર્ડ મળ્યો : આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ
(પ્રોજેક્ટ પર્યાવરણ માટે પણ ફાયદાકારક)
રાષ્ટ્રીય કક્ષાનો ઇન્સ્પાયર માનાંક એવોર્ડ પ્રદર્શન ન્યુ દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા ની દગડીઆંબા પ્રા.શાળા એ કૃતિ ગટર ક્લીનર એ પણ ભાગ લીધો હતો આ પ્રદર્શન માટે ભારતમાંથી ત્રણ લાખ પ્રોજેક્ટો નું રજિસ્ટ્રેશન કરાયું હતું ૮૫૦ જેટલા મોડલ એ વિવિધ સ્તરે પસંદગી પામીને આઇઆઇટી કેમ્પસમાં ભાગ લીધો હતો જેમાંથી ૬૦ મોડલની પસંદગી કરવામાં આવી હતી જેમાં દગડી આંબા પ્રાથમિક શાળા માં ધોરણ-૮માં અભ્યાસ કરતી આશા પવાર ની કૃતિની પણ પસંદગી પામી હતી અને રાષ્ટ્રીય કક્ષાનો ‘ઇન્સ્પાયર માનાંક એવોર્ડ’ પ્રાપ્ત કર્યો હતો.
આ પ્રોજેક્ટ ભૂગર્ભ ગટર વ્યવસ્થા ઉપર આધારિત છે જે ભૂગર્ભ ગટરમાં તેમજ કોઈપણ ગટરમાં રહેલા ગંદા પાણી કચરા કે અન્ય સામગ્રીનું સરળતાથી નિકાલ કરે છે કોઈપણ ગટર સાફ કરવા માટે કોઈ વ્યક્તિએ ગટરની અંદર જવાની જરૂર રહેતી નથી ગટર સાફ કરતા અનિચ્છનીય અકસ્માત તેમજ તેમાંથી થતી વિવિધ બીમારીઓથી પણ બચી શકાય છે આ સાધન સરળ હોવાથી કોઈ પણ વ્યક્તિ સરળતાથી ચલાવી શકે છે અને તેના માટે જનરેટર કે મોટર ની જરૂરિયાત રહેતી નથી.
આ પ્રોજેક્ટ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે આશા પવાર દ્વારા રજૂ કરાયેલ ગટર ક્લીનર ની કૃતિ ને રાષ્ટ્રીય કક્ષાનો ઇન્સ્પાયર એવોર્ડ પ્રાપ્ત થયો હતો આશા પવારને માર્ગદર્શન ગણિત-વિજ્ઞાન શિક્ષક શિવાનંદ પટેલે પૂરું પાડ્યું હતું આદિવાસી સમાજની દિકરીને સમાજના લોકોએ શુભકામનાઓ આપી હતી. તદ્દન ગરીબ અને સામાન્ય પરિવારની આશા પવાર ના પિતાશ્રીનું સાત વર્ષ પહેલા અવસાન થયું હતું પાંચ બાળકો સાથે તેની માતા યમુના બેન મજુરી કરીને પાંચ બાળકો નું ગુજરાન ચલાવે છે અતિ ગરીબ પરિવારની આશા પવાર ની સિદ્ધિ બદલ માતાએ ખુશી વ્યક્ત કરી હતી અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું હતું