ધાનેરા ડી.બી.પારેખ હાઈસ્કૂલ ખાતે હોકી જાદુગર ધ્યાનચંદના જન્મ દિવસની ઉજવણી

ભારતીય હોકી ખેલાડી અને રમતના ઇતિહાસમાં એક મહાન ખેલાડી એટલે મેજર ધ્યાનચંદ જેનો જન્મ અલ્હાબાદમાં 29 ઓગસ્ટ 1905ના રોજ એક રાજપૂત પરિવારમાં થયો હતો જેઓ હોકીની રમત માં પોતાનું પ્રભુત્વ ધરાવતા હતા જેમણે ૧૯૨૮, ૧૯૩૨,૧૯૩૬ માં ત્રણ ઓલમ્પિક મેડલ મેળવવાની સાથે સાથે અસાધારણ ગોલ ફટકારીને જીતવા માટે જાણીતો હતો માટે તેને હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે
આ હોકીના જાદુગર ની ભારત સરકારે પણ ઘનિષ્ટ નોંધ લઇ આજના દિવસે ધ્યાનચંદની યાદમાં તેના જન્મદિવસની ધ ફિટનેસ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે તેને લઇ આજે બનાસકાંઠા જિલ્લાની વિવિધ શૈક્ષણિક સઁસ્થાઓ માં રમત ગમતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકાની તો ધાનેરા ખાતેની ડી. બી. પારેખ હાઇસ્કુલ તેમજ વી. એન. સવાણી પ્રાથમિક શાળાના કેમ્પસ માં વ્યાયામ શિક્ષક શ્રીઓ રાજુભાઇ, મહેન્દ્રભાઈ અને સેંધાભાઈના નેજા હેઠળ વિવિધ રમતોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દોડ, કુદ, કબડ્ડી,ખોખો, વોલીબોલ, ગોળા ફેંક, ચક્રફેંક, બરચિ ફેંક જેવી વિવિધ રમતોનું આયોજન કરાયું હતું જેમાં કેમ્પસના બાળકો એ ઉત્સાહથી ભાગ લઇ પોતાની ફિટનેસ ની પ્રસ્તુતિ કરાવી હતી.
આ પ્રસંગે ડી.બી.પારેખ હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી સેનસિંહ સોલંકી સાહેબ અને વી.એન.સવાણી પ્રાથમીક શાળા ના આચાર્ય શ્રી જશવંતભાઈ જોષી સાહેબ દ્વારા ટોશ ઉછાળી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો સાથે સાથે આજરોજ શાળાના તમામ બાળકો અને શિક્ષકો ને ફીટનેશ માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ધ ફિટનેસ પર સવારે 10 થી 11 કલાક દરમિયાન દૂરદર્શન ચેનલપર સુંદર વક્તવ્ય આપવામાં આવ્યુ હતું તેમજ કેટલાક બાળકો દ્વારા ફિટનેસ પર કેટલીક થીમ રજૂ કરવામાં આવી હતી જેને શાળના બાળકો અને શિક્ષકોએ દ્વારા નિહાળવા માં આવ્યું હતું.