કડી પોલીસની ટ્રાફિક હટાવવાની સરાહનીય કામગીરી : જનતાને સાથ આપવાની જરૂર

કડી શહેરની મુખ્ય સમસ્ય ટ્રાફિક ની સમસ્યા છે. જિલ્લા પોલીસવડા નિલેશ જાજડિયા દ્વારા કડી ને ટ્રાફિક નિયમન માટે ટોઇંગ વાન ફાળવાતા કડી પોલીસ છેલ્લા ચાર દિવસથી હરકતમાં આવી ગયી છે. કડી શહેરના મુખ્ય ટ્રાફિક ધરાવતા ગાંધી ચોક, સ્ટેશન રોડ,પીર બોરડી, ધવલ પ્લાઝા,ભાગ્યોદય હોસ્પિટલ ની પાછળ તથા પટેલભુવન જેવા વિસ્તારોમાં કડી પોલીસ દ્વારા રોડ-રસ્તા ઉપર રાહદારીઓને અડચણરૂપ પાર્કિંગ કરેલા વાહનોને જપ્ત કરી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
કડી પોલીસ દ્વારા સતત છેલ્લા ચાર દિવસ થી ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવે છે તેમ છતાં અમુક લોકો મનફાવે તેમ પાર્કિંગ કરતા લોકોને પાર્કિંગ ની જગ્યામાં જ પાર્કિંગ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.લોકો પાસે થી જાણવા મળી રહ્યું હતું કે ટ્રાફિક નિયમન અંગેની આવી સરાહનીય કામગીરી પ્રથમ વાર જોવા મળી રહી છે અને કડી ની જનતાએ પોલીસની આ કામગીરી ને બિરદાવી હતી. કડીમાં સમગ્ર ટ્રાફિક ઝુંબેશ કડી પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ સોનારા દ્વારા ચલાવવામાં આવે છે.