જિલ્લા પશુપાલન વિભાગ અને રિલાયન્સ ફાઉન્ડેશન ઈન્ફર્મેશન સર્વિસિસ ભરૂચ દ્વારા “મિલ્ક કેન” નું વિતરણ

ભરુચ તાલુકાનાં જરૂરિયાતમંદ પશુપાલકો સુધી સરકારી યોજના પહોચી. જિલ્લા પશુપાલન વિભાગ અને રિલાયન્સ ફાઉન્ડેશન નું સ્તુત્ય પગલું.
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત સ્વચ્છ દૂધ ઉત્પાદન હેઠળ ભરુચ તાલુકાનાં ગરીબ અને જરૂરિયાતમંદ આદિવાસી પશુપાલકોને જિલ્લા પશુપાલન વિભાગ અને રિલાયન્સ ફાઉન્ડેશન ઈન્ફર્મેશન સર્વિસિસ દ્વારા “મિલ્ક કેન” નું વિતરણ કરવામાં આવ્યું.
આ સંદર્ભમાં ભરૂચના પશુપાલન વિભાગના અધિકારીએ રિલાયન્સ ફાઉન્ડેશન ના જિલ્લા અમલીકરણ અધિકારીને મિલ્ક કેન વિતરણ જરૂરિયાતમંદ કરવામાં મદદરૂપ થવા કહ્યું. આ પહેલા જિલ્લા પશુપાલન વિભાગ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભરુચ તાલુકાનાં ૨૫ થી વધુ ગામોમાં પશુ ચીકીત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એટ્લે જે ગામોમાં પશુ કેમ્પ થયેલા તે જ ગામોમાં મિલ્ક કેન કરવાનું રિલાયન્સ ફાઉન્ડેશન ઈન્ફર્મેશન સર્વિસિસ દ્વારા સૂચન કરવામાં આવ્યું.
જિલ્લા પશુપાલન વિભાગે આ સૂચનને આવકારીને પશુ કેમ્પ હેઠળ આવરી લીધેલા ગામોમાં ગરીબ આદિવાસી પશુપાલકોને મિલ્ક કેન વિતરણ કરવામાં આવ્યા. આ ગ્રામ પંચાયતો દ્વારા જિલ્લા પશુપાલન વિભાગ અને રિલાયન્સ ફાઉન્ડેશનના આ કાર્યને બિરદાવવામાં આવ્યું.
આ મિલ્ક કેનના ઉપયોગથી આદિવાસી પશુપાલકો ઉત્પાદિત થયેલ સ્વચ્છ દૂધ ડેરીમાં ભરીને સારી આવક મેળવી શકશે