અરવલ્લીમાં મહિલાઓ દ્વારા પૂજા-અર્ચના સાથે “સામા પાંચમ”ની ઉજવણી

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લામાં આજે મહિલાઓ દ્વારા સામુહિક પૂજા-અર્ચના સાથે સામાં પાંચમની ઉજવણી કરવામાં આવી હતી. મોડાસા તાલુકામાં પણ ગામોમાં બહેનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સામા પાંચમની ઉજવણી ઉમંગભેર કરવામાં આવી હતી. મોડાસાના મેઢાસણ ગામે પણ ચૌધરી માઢ સમાજની બહેનો દ્વારા સામા પાંચમની સામુહિક પૂજા-અર્ચના સાથે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હોવાનું સ્થાનિક અગ્રણી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું.