વલસાડ જિલ્લામાં પોષણ માહ અવસરે વિવિધ દિવસોની ઉજવણી કરાઇ

વલસાડ જિલ્લામાં પોષણ માહ અવસરે વિવિધ દિવસોની ઉજવણી કરાઇ
Spread the love

વલસાડ,
રાજ્ય સરકાર દ્વારા સપ્ટેમ્બાર માસને પોષણ માહ તરીકે ઉજવવાનું નિયત કરાયું છે. પોષણના સંદેશ સાથે ગ્રામ્ય કક્ષાએ દરેક ઘર સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે ત્યા રે વલસાડ જિલ્લામાં આઇ.સી.ડી.એસ.ના ૧પ ઘટકોમાં પોષણ માહનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમા ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી અવસરે પોષ્ટિંક આહારનું વિતરણ, સુપોષણ સંવાદ દિન અન્વયે સગર્ભા બહેનોને પોષણ બાસ્કેટ,આપી હતી.

આ ઉપરાંત બાળકના પ્રથમ હજાર દિવસ, હેન્ડ વોશ એનીમીયા, ઝાડા નિયંત્રણ અને પૌષ્ટિ,ક આહાર વિશે જરૂરી સમજણ આપવામાં આવી હતી. હેન્ડેવોશનું પ્રત્ય્ક્ષ નિદર્શન કરી હાથ કેવી રીતે ધોવા જોઇએ તેની જાણકારી આપવામાં આવી હતી. વિવિધ ઘટકોમાં વાનગી નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમોમાં આઇ.સી.ડી.એસ., આંગણવાડી કાર્યકર, હેલ્પર, મુખ્ય સેવિકા, સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારી તેમજ જિલ્લાના અન્યી વિભાગના શાખા અધિકારીઓ, સંબંધિત ગામના સરપંચ, પદાધિકારીઓ, ગ્રામજનો હાજર રહયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!