રાજકોટના આજીડેમમાં નવા નીરની આવક થતાં આૅવરફ્લા

રાજકોટના આજીડેમમાં નવા નીરની આવક થતાં આૅવરફ્લા
Spread the love

રાજકોટ,
રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું છે. આ ઉપરાંત ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે આજી ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે ત્યારે આજીડેમ સતત ૬ દિવસથી ઓવરફ્લો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટવાસીઓ રવિવારે આજી ડેમમાં નાહવાની મઝા માણવા મોટી સંખ્યામાં પહોંચ્યાં છે.

વરસાદ વરસવાની સાથે રાજકોટને પીવાના પાણીની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. વરસાદનાં લીધે વિવિધ જળાશયો અને ડેમમાં નવા નીરનું આગમન થઈ રહ્યુ છે. રાજકોટ શહેરને પાણી પુરું પાડતા ભાદર, આજી અને ન્યારી ડેમની પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે. મોરબીના વાડીસંગ ડેમમાં પણ પાણીની આવક થઈ છે.

નોંધનીય છે કે આજી-૧, આજી-૨ આજી-૩ સંપૂર્ણ ભરાયાં છે. આ ઉપરાંત ચાપરવાડી- ૧ કબીર સરોવર, ચાપરવાડી-૨ ડેમી ૧/૨/૩ આૅવરફ્લો થયાં છે. જ્યારે ધોળીધજા, કંકાવટી, ખોડાપીપપર. લિંબીડી ભોગાવાવો-૧, મચ્છુ ૧/૨/૩, મોરસલ, મોતીસર, નાયકા, ન્યારી ૧-૨, પન્ના, ફરડંગબેટી, રંગમતી, ત્રિવેણી થાંગા, ઉંડ-૧, ઉંડ-૨, વેરી, વાડીસંગ ડેમ છલકાયા છે.
ડેમની આસપાસ રહેતા લોકોને પણ સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપવામાં આવી છે. હાલ સહેલાણીઓ મઝા માણી રહ્યાં છે ત્યારે પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!