ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ બાબુરાવ ચૌર્યાની રજુઆતને ધ્યાને લઈ સરકાર એક્શન મોડમાં

ડાંગ
ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યાએ ગુજરાતનાં મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે ડાંગ જિલ્લાનાં ગરીબ આદિવાસીઓને રોજગારી મળી રહે તે માટે સરકાર દ્રારા જંગલ સહકારી મંડળીઓની રચનાં કરવામાં આવી હતી જે જંગલ સહકાર મંડળીઓ જંગલ માંથી પડતર ઝાડો અને વાકાચુકા ઝાડો કટીંગ કરાવી સ્થાનીક લોકોને રોજગારી આપવા હેતું હતો જે આવક માંથી સરકારને 80 ટકા અને મંડળીને 20 આવક વહેંચવામાં આવી હતી પરંતુ કેટલાક ભષ્ટ્ર લે-ભાંગુ મંડળીનાં હોદેદારો વધુ આવક ઊભી કરવામાં જંગલમાંથી આડેધડ કુપ કટીંગનાં નામે ઊભા અને મજબુત વૃક્ષોને કાપી નાંખવામાં આવતાં હતા જેનાં કારણે જંગલને પણ ખુબ મોટો નુકશાન થતો જ હતો સાથે વનસ્પિતી ઝાડોનો પણ નાંશ થતો અને સાથે પર્યાવરણને ખુબ મોટો નુકશાન થવાની ભીતી સેવાઈ રહી હતી આમ ડાંગનું ગીચ જંગલ આજે રણ મેદાન સમા ન બને તે માટે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી જે રજુઆતને ધ્યાને લઈ ડાંગ જિલ્લાની તમામ જંગલ સહકારી કામદાર મંડળી પાસેથી જવાબ માંગી વન વિભાગ પાસેથી અભિપ્રાય મંગાવ્યો છે જેનાં કારણે જંગલ મંડળીનાં ભષ્ટ્ર લે-ભાગું મંડળીઓનાં હોદેદારોમાં દોડધામ મચી ગઈ છે.