સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા વડાપ્રધાનશ્રી ના જન્મદિન નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા વડાપ્રધાનશ્રી ના જન્મદિન નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો
Spread the love

વિસનગર, રાજેશ યોગી દ્વારા…

ગુજરાતના પનોતા પુત્ર એવા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૬૯ માં જન્મદિન નિમિત્તે એમને સાચા અર્થમાં શુભકામના તથા સમાજમાં પ્રેરક સંદેશ આપવા માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા સમાજ, શિક્ષણ, આરોગ્ય તથા પર્યાવરણને લગતા સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા.

માનનીય વડાપ્રધાનશ્રી ના “પ્લાસ્ટિક મુક્ત ભારત” જનજાગૃતિ અભિયાનને લોકો સુધી પહોંચાડવા માટે મહેસાણા જિલ્લાના સાંસદ માનનીય શારદાબેન પટેલ, ઊંઝા વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી આશાબેન પટેલ, જિલ્લા કલેકટરશ્રી એચ. કે. પટેલ, સામાજિક કાર્યકર કાજલબેન શિંગલા, યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, પૂર્વ મંત્રિશ્રી અને મેહસાણા એ.પી.એમ.સી. ના ચેરમનશ્રી ખોડભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનોજ દક્ષિણી, વિસનગર તાલુકા પ્રાંત ઓફિસર શ્રી કલ્પેશ પાટીદાર, મામલતદારશ્રી સોલંકી સાહેબ,  વિસનગર તાલુકા મજૂર સહકારી મંડળીના ચેરમેન શ્રી પી. સી. પટેલ, નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ, પાલિકાના સદસ્યો અને વિસનગરના સામાજિક, સહકારી અને રાજીકીય મહાનુભાવોની મોટી સંખ્યામાં પ્રેરક ઉપસ્થિતિમાં વિસનગર શહેરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને વશિષ્ઠ શાળા વિકાસ સંકૂલ વિસનગરના સહયોગથી રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આમંત્રિત મહેમાનો દ્વારા લીલીઝંડી આપી રેલ્વે સર્કલથી પ્રસ્થાન કરવવામાં આવ્યું હતું, જેમાં આશરે ૨,૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સાથે શહેરના નાગરિકો, અગ્રણીઓ, સંસ્થાના ટ્રસ્ટીઓ, યુનિવર્સિટીના અને સ્કૂલના સ્ટાફમિત્રો જોડાયા હતા.

વિશેષમાં પ્રધાનમંત્રીના ૬૯માં જન્મદિવસના અવસરે નુતન સ્કૂલમાં ૬૯ કિલોની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી પરિવારે લોકલાડીલા વડાપ્રધાનશ્રી ને જન્મદિનની હૃદયપૂર્વક શુભકામના પાઠવતા પ્રભુ એમને દિર્ઘાયું જીવન અર્પે તથા એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એ સાથે એમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત દેશ અખંડિત અને વિકસિત બની પરમ વૈભવના શિખરો સર કરે એવી આશા વ્યક્ત કરી હતી.

યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશ પટેલ ને આવા ઉમદા કાર્યો કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન..

Admin

Admin

9909969099
Right Click Disabled!