મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ” નમામિ દેવી નર્મદે’’ મહોત્સવ યોજાયો

મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ” નમામિ દેવી નર્મદે’’ મહોત્સવ યોજાયો
Spread the love

મહેસાણા
સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક ૧૩૮ મીટરની સપાટી વટાવતાં રાજ્ય સરકાર દ્વારા નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરાઇ હતી. મહેસાણા જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં જનભાગીદારી થકી મહોત્સવની ઉજવણી કરાઇ હતી

મહેસાણા જિલ્લામાં જિલ્લા કક્ષાનો મહોત્સવ મહેસાણા તાલુકાના બુટ્ટાપાલડી ગામે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં ઉપસ્થિત ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતુ કે દેશના પ્રધાનમંત્રીશ્રી અને મહેસાણા જિલ્લાના સપૂત શ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ધદષ્ટીના પગલે આજે રાજ્યનું સ્વપ્ન સાકાર થયું છે.રાજ્યમાં નર્મદા નીરના વધામણા કરવા ૧૦૦૦ થી પણ વધુ જગ્યાએ જનઉમંગ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે.
મહેસાણા જિલ્લાના સાંસદશ્રી શારદાબેન પટેલે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લો આજે મા નર્મદાના મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. સાસંદશ્રી જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન અને પ્લાસ્ટીક મુક્ત અભિયાનને વેગવંતુ બનાવા અપીલ કરી હતી

નર્મદા નદીના દરીયામાં વહી જતા પાણી પૈકી ૦૧ મીલીયન ઘનફુટ પાણીથી ઉત્તર ગુજરાતના જળાશયો ભરાઇ રહ્યા છે. રૂ.૨૯૬૯.૫૫ કરોડના ખર્ચે નર્મદા નહેર આધારીત ઉદવહન સિંચાઇ યોજના અને ઉત્તર ગુજરાત મહેસાણા જિલ્લાના જળાશયો તથા તળાવો ભરવા માટે કાર્યરત કરાયા છે.મહેસાણા જિલ્લામાં વિવિધ પાઇપલાઇન યોજના તળે ધરોઇ ડેમ,સુજલામ સુફલામ કેનાલ સહિત જિલ્લાના ૧૮૫ તળાવો નર્મદા નીરથી ભરવામાં આવેલ છે.ઉત્તર ગુજરાતમાં વિવિધ ૧૨ પાઇપ લાઇન યોજના તળે ૭૭૨૦૦ હેકટર જમીનને સિંચાઇનો લાભ મળી રહ્યો છે.

ઉત્તર ગુજરાતમાં વિવિધ પાઇપ લાઇન યોજના તળે ૩૦૭ ગામોના ૫૪૩ તળાવો નર્મદાના નીરથી ભરાયેલ છે.આ ઉપરાંત સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલમાં પાણી આવવાથી કુવાઓમાં પાણીના તળ ઉંચા આવ્યા છે અને વીજ વપરાશ ઘટ્યો છે.નર્મદા કેનાલ થકી મહેસાણા જિલ્લાના ૩૫૦ ગામો અને ૦૩ શહેરોને પાણી પુરૂ પાડવા ૧૨૦ MLD પાણી નર્મદા કેનાલમાંથી લેવામાં આવે છે.પાઇપલાઇન યોજના થકી સિંચાઇ થાય છે જેનાથી ખેડુતોની આર્થિક સધ્ધરતામાં વધારો થયેલ છે.
કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી.મહોત્સવમાં મેઘલાડું પ્રસાદી સ્વરૂપે વિતરણ કરાયું હતું .લોક માતા નર્મદા નીરના વધામણાં શ્રીફળ ચુંદડી અર્પણ કરીને કરાયા હતા. આ ઉપરાંત ગ્રામજનો,મહાનુંભાવો અને સાધુ સંતો દ્વારા મહા આરતી કરવામાં આવી હતી. મહોત્સવના અંતે વૃક્ષારોપણ કરાયું હતું.મહોત્સવમાં ઉપસ્થિત સાધુ સંતોનું સન્માન કરાયું હતું.

નર્મદે મહોત્સવ કાર્યક્રમ જનસમૂહ-સાધુસંતો-સેવા સંસ્થા.ઓ, સમાજ શ્રેષ્ઠીમઓની સહભાગીતાથી ઉજવાયો હતો
કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વેશ્રી ઋષિકેશભાઇ પટેલ,રમણભાઇ પટેલ,આશાબેન પટેલ, મહેસાણા જિલ્લા પ્રભારી સચિવ ધનંજ્ય દ્રિવેદી,જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,જિલ્લા પોલીસ અધિક્ષક નિેલેશ જાજડીયા,એ.પી.એમ.સી મહેસાણા ચેરમેન ખોડાભાઇ પટેલ,પુર્વ સાંસદશ્રી જયશ્રીબેન પટેલ, અગ્રણી જગદીશભાઇ પટેલ,નિતીનભાઇ પટેલ,નટુજી ઠાકોર,નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ,ગ્રામજનો,પ્રબુધ્ધ નાગરિકો,સાધુ સંતો,સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!