ડાંગ જિલ્લાના માળગા ગામની સર્પદંશનો ભોગ બનેલ છોકરીનો GVK EMRI ૧૦૮ દ્વારા બચાવ

ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સમાવિષ્ટ માળગા ગામની મહિલા મીરાબેન શઁકરભાઈ માહલા ઉ. વર્ષ ૨૦.ઘર કામ કરતી વેળાએ ઝેરી સાપે હાથમા ડંખ માર્યો હતો. તેની જાણ પરિવારજનોને થતા તેઓએ GVK EMRI ૧૦૮ એમ્બયુલેન્સને ફોન કર્યો હતો ૧૦૮ એમ્બયુલેન્સ સુબીરના પાયલોટ દિલીપભાઈ ચૌધરી અને ઈએમટી કપિલ બાગુલ ઘટના સ્થળે પહોંચી ત્યાં જોયું તો સર્પદંશના ભાગેથી લોહી નીકળતું હતું, હાથમા સોજાવો આવી ગયો હતો, દર્દી બેભાન હતા, તેમજ બોલવાનું પણ બંધ થઈ ગયું હતું. ત્યારે ૧૦૮ ની ટીમ દ્વારા અમદાવાદ ૧૦૮ હેડ ઓફિસના ડોક્ટર સાથે ટેલિફોન સંપર્ક કરી તાત્કાલિક સારવાર પુરી પાડવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે ૧૦૮ ના કર્મચારીઓ દર્દીને સહી સલામત આહવા સિવિલમાં ખસેડવાની તજવીજ કરી હતી. તાત્કાલિક સારવાર થકી દર્દીને બચાવી લેતા તેમના પરીવારજનોએ ૧૦૮ ઇમર્જન્સી સેવાનો ઘણો આભાર વ્યક્ત કર્યો હતો.