શ્રી એમ. એન. પટેલ પ્રા. શાળામાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી

શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળા નાની કડી દ્વારા ૨ ઓક્ટોબર ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતી પ્રસંગે શાળાની આસપાસના વિસ્તારમાં ગાંધી યાત્રાનું આયોજન કરાયું જેમાં જાહેર રસ્તાની સફાઇ, મહિલા વિકાસ, કન્યા કેળવણી, બેટી બચાવો, વ્યસનમુક્તિ, પર્યાવરણ બચાવો, સાદગી અને તાજગી વગેરે વિષયો ઉપર લોકજાગૃતિ લાવવા હેતુ નારા, નાટક, ગીત વગેરે રજૂ કરવામાં આવ્યા પૂજ્ય બાપુને વાલા એવા ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોના હાથે મહાત્મા ગાંધી બાપુને સુતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પણ કરવામાં આવી શાળાના આચાર્ય ખોડાભાઈ પટેલે ગાંધીજીના જીવન ચરિત્ર વિશે વાત કરી તેમના આપેલા મહાવરો અંગે જણાવ્યું હતું.