વધઇના રાજેન્દ્રપુર ખાતે નવદુર્ગા યુવક મંડળ અને ભકતો દ્વારા આઠમના દિવસે હવન

વધઇના રાજેન્દ્રપુર ખાતે નવદુર્ગા યુવક મંડળ અને ભકતો દ્વારા આઠમના દિવસે હવન
Spread the love

ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વધઇના રાજેન્દ્રપુર ખાતે નવદુર્ગા યુવક મંડળ અને ભકતો દ્વારા નવલી નવરાત્રી મહોત્સવ દરમિયાન આઠમના દિવસે હવન કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં નવરાત્રીની ઉજવણી નવે નવ દિવસ ગરબાની રમઝટ અને દાંડિયા રાસ અને ડીજેના તાલના સથવારે થાય છે જયારે નવલી નવરાત્રી મહોત્સવમાં આઠમનુ હવનનું મહત્વ કઇ જુદુ જ છે જેમાં ભકતો દ્વારા સુખ સંપતિની કામના સાથે ગુજરાત અને દેશ વિદેશોમાં આઠમનુ હવનો કરવામાં આવે છે ત્યારે  આઠમ નિમિતે વઘઇ ના રાજેન્દ્રપુરમાં ભવ્ય માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આ હવન પૂજામાં વઘઈ રાજેન્દ્રપુર ધણા ભક્તોએ હવન માં બેસી માતાજીના ચરણ સ્પર્શ કરી પોતપોતાની મનોકામના પૂર્ણ થાય એ પ્રાર્થના સાથે સૌ મળીને આરતી કરી પૂજા નો લાભ લીધો હતો. ત્યાર બાદ નવદુર્ગા યુવક મંડળ દ્વારા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહુ ભાવિક ભક્તોએ મહાપ્રસાદ નો લાભ લીધો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!