ભરૂચના વાગરા પોલીસે ગુનાખોરી ડામવા કમર કસતા ગુનેગાર આલમમાં ફફડાટ

ગતરાત્રી વાગરા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ખાનગી બાતમી મળી હતી કે એક છોટા હાથી ટેમ્પો સોલાર પ્લેટો ભરી આવી રહ્યો છે, જેના પગલે પોલીસ ટીમે ઓચ્છણ અને કલમ ગામના માર્ગ પર વોચ ગોઠવી હતી.
કલાકોની તપસ્યા બાદ છોટા હાથી ટેમ્પો આવતા તેને પોલીસે અટકાવ્યો હતો. ટેમ્પાની તલાશી લેતા તેમાં સોનાલી કંપની બનાવટની પાંચ સોલાર પ્લેટો મળી આવી હતી. જે અંગે પોલીસે આછોદના રહેવાસી ટેમ્પો ચાલક મુનિર ઉર્ફ મુન્નો મુસા મોજીયાની પૂછતાછ કરતા તેણે ગોળ ગોળ જવાબો આપ્યા હતા. વાગરા પોલીસે સોલાર પ્લેટ પાંચ કિંમત ૨.૦૦.૦૦૦/-અને ટેમ્પો નંબર જીજે ૨૦ યુ ૪૯૦૬ કિંમત રૂપિયા ૧.૨૫.૦૦૦/-મળી ૩.૨૫.૦૦૦/- લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ૪૧(૧) ડી મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.