સાબરકાંઠા SOG પોલીસે દેશી બનાવટની ગેરકાયદે બંદુક સાથે એક ઈસમને ઝડપ્યો

સાબરકાંઠા SOG પોલીસે દેશી બનાવટની ગેરકાયદે બંદુક સાથે એક ઈસમને ઝડપ્યો
Spread the love

સાબરકાંઠા પોલીસ વડા શ્રી. ચૈતન્ય રવિન્દ્ર મંડલીક એ જીલ્લામાં ગેરકાયદેસર અને પરવાના વગરના હથિયારો પકડી પાડવા ઝુંબેશ હાથ ધરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલી છે જે અન્વયે શ્રી. એમ.એમ સોલંકી ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.ઓ.જી. ની સાથે પો.સ.ઇ શ્રી ડી.જે. લકુમ તથા એ.એસ.આઇ. કૌશિકભાઇ તથા અ.હે.કોન્સ.કાળુભાઇ તથા અ.હે કોન્સ. ધર્મેન્દ્રસિંહ તથા અ.હે.કોન્સ. મહેન્દ્રસિંહ તથા વુ.હેકોન્સ. સીતાબેન તથા વુ.હેકોન્સ. સુરેખાબેન તથા પો.કોન્સ. ચંદુભાઇ તથા પો.કોન્સ. ભાવેશકુમાર તથા પો.કોન્સ. વિક્રમસિંહ  અ.પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ તથા પો.કોન્સ. અપેન્દ્રસિંહ તમામ  એસ.ઓ.જી. સ્ટાફ ના માણસો ઇડર વિભાગમાં પેટ્રોલીંગમાં હતા  દરમ્યાન પેટ્રોલીંગમા ફરતા ફરતા કાલવણ ગામે જતાં સાથેના વુ.હે.કોન્સ. સીતાબેન ને ખાનગી રાહે બાતમી  મળેલ કે,  કુંડલા તા. વિજયનગર ખાતે સવજીભાઇ ધર્માજી લીંબડ નામના ઇસમના ઘરે ગેર કાયદેસરની લાયસન્સ વગરની બંદુક રાખેલ છે. તેવી બાતમી અન્વયે બાતમી વાળી જગ્યાએ જઇ  કોર્ડન કરી તપાસ કરતાં તે સવજીભાઇ ધર્માજી લીંબડ ના મકાનમાંથી એક દેશી બનાવટની ગેર કાયદેસરની બંદુક (અગ્નિશસ્ત્ર) મળી આવતાં બંદુકની કિંમત રૂપિયા-૨,૦૦૦ની ગણી તે મુદ્દામાલ કબજે કરી તેની વિરૂધ્ધમાં વિજયનગર પો.સ્ટે.ખાતે આર્મ્સ એક્ટ મુજબ કાર્યદેસરની કાર્યવાહી કરી સાબરકાંઠા એસ.ઓ.જી.ને ગેર કાયદેસર હથિયાર પકડવામાં વધુ એક સફળતા મળી હતી.

 

રીપોર્ટ : કુલદીપ ભાટીયા, સાબરકાંઠા

Admin

Admin

9909969099
Right Click Disabled!