૩૧મી ઓક્ટોબર પૂર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પડેલા ગાબડા પુરવામાં તંત્ર વ્યસ્ત

ચોમાસામાં ધોવાઇ ગયેલા બિસ્માર રસ્તાઓ પર ડામરનું લેયર
૩૧મી ઓક્ટોબરે સ્ટેચ્યુ પર યોજાનાર સરદાર જયંતિ એ વડાપ્રધાન મોદીના આગમન ટાણે સ્ટેચ્યુ રોડ પડેલા ગાબડા પુરવામાં તંત્ર વ્યસ્ત બન્યું છે. જેમાં રાજપીપળાના રસ્તાઓનું ચોમાસામાં જબરજસ્ત ધોવાણ થતા રાજપીપળાના હાઈવે રોડ સદંતર ધોવાઈ ગયો હતો. જેમાં નવરાત્રી પર્વે રાજપીપળા હરસિધ્ધિ માતા મેળામાં મંદિરે જવા માટેનો બેક રોડ પર અસંખ્ય ખાડાઓ પડતા રસ્તાઓનું જબરજસ્ત ધોવાણ થતા ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જેને તત્કાળ સમારકામ કરવાની માંગ ઊઠી હતી. હાલ વડાપ્રધાન મોદીના આગમન ટાણે રસ્તાઓનું દૂરસ્તી શરૂ કરવામાં આવી છે. રાજપીપળામાં મહાવિદ્યાલય રોડ થી હરસિધ્ધિ માતા મંદિરે થી હાઇવે રોડ પર મશીનો બોલાવી કપચી, ડામરનો લેયર બનાવી રોલર ફેરવે દુરસ્તી કરણ કરતા લોકોમાં રાહત અનુભવાઈ હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા