રાજપીપળા સરકારી અનાજના ગોડાઉનમાં નાગ નીકળતા દોડધામ

- ફેણ ચડાવીને બેઠેલા નાગ ને જોઈને મજુર અનાજની ગૂણો ના ઢગલા પર ચઢી જતા દોડધામ
- સ્નેક સેવરને બોલાવતા રેશક્યું કરી નાગને પકડી લેતા લોકોમાં રાહત.
રાજપીપળા સરકારી અનાજના ગોડાઉનમાં મોટેભાગે નાગ નીકળતા મજૂરોમાં અને આજુબાજુના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. રવિવારનો દિવસ હોવાથી માલ ભરવા આવેલા મજૂરોનો ટ્રકમાં ભરતા હતા, તે વખતે મોટો નાગમાં ગોડાઉનમાં આવી ગયો હતો અને ફેન ચડાવીને બેસી જતાં નાગને જોઈ મજૂરો ગભરાઇ ગયા હતા, અને અનાજના ગુનો ના ઢગલા ઉપર ચડી ગયા હતા.
જો કે તાત્કાલિક સ્નેક સેવર જાણ કરતાં સેન્ક સેવરે નાગની રેસ્ક્યુ કરીને ઝડપી લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો. જોકે નાગને વન વિભાગને સોંપી દેતા વન વિભાગે સુરક્ષિત જગ્યાએ જંગલમાં છોડી મૂક્યો હતો. ગરમીને કારણે ખોરાકની શોધમાં સરિસૃપો હવે ગામમાં અને કચેરીઓમાં આવી ગયા હતા.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા