પતિની આંખોનો દુખાવો દુર કરવા તિરુપતિથી દ્વારકા પગપાળા જવાની માનતા રાખી

- 1 મહિનો અને 9 દિવસના 2128 કિલોમીટરનો પ્રવાસ પુર્ણ કરીને દ્વારકાથી માનતા પુરી કરવા આવેલ દંપતિ પગપાળા ચાલીને રાજપીપળા આવી પહોંચતા મુસ્લિમ અગ્રણીઓએ રાજપીપળામાં આશરો આપ્યો.
શિક્ષક દંપતીની અનોખી કહાની !!
પતિની આંખો અંધારું દૂર કરવા તિરુપતિ થી દ્વારકા પગપાળા જવાની માનતા રાખી તેને પૂર્ણ કરવા દંપતી પદયાત્રાએ નીકળ્યા હતા. તેઓ રાજપીપળા આવી પહોંચતા મુસ્લિમ અગ્રણીઓએ રાજપીપળામાં આશરો આપ્યો હતો. તેમની મુલાકાત બાદ શિક્ષક દંપતીની અનોખી કહાની થી અભિભૂત થયા હતા તેમને આ દંપતી ની ખાણી વડતા જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશમાં આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ તિરૃપતિ બાલાજી યાત્રાધામમાં રહેતા રામદેવ ઉપાધ્યાય નિવૃત શિક્ષક છે અને તેમની પત્ની સરોજબેન ઉપાધ્યાય નિવૃત આચાર્ય છે.
બંને એક જ શાળામાં સેવા આપતા હતા રામદેવ ઉપાધ્યાયને બંને આંખે દેખાતું ઓછું થયું અને બાદમાં સદંતર દેખાતું બંધ થયું તબીબો જણાવી દીધું કે ઓપરેશન બાદ રામદેવ ભાઈ આંખેથી દેખી નહીં શકે પોતાના પતિ પર આવી પડેલા સંકટથી ચિંતિત સરોજ ઉપાધ્યાયે માનતા માની હતી કે જો મારા પતિને આંખે દેખાતું થશે, તો તિરુપતિ થી દ્વારકા 2678 કિલોમીટરની પદયાત્રા કરશે બાદમાં તબીબોએ પરિણામની ચિંતા કર્યા વિના ઓપરેશન કરવા દંપતિ એ વિનંતી કરી. ઓપરેશનના બીજા જ દિવસે રામદેવ ઉપાધ્યાયને બંને આંખે દેખાતું થયું, જે તબીબોએ ઓપરેશન સફળ નહીં રહે તેવો અભિપ્રાય આપ્યો હતો તેવો પણ અચંબિત થયા હતા.
દ્વારકા થી માનતા પુરી કરવા દંપતી પગપાળા ચાલીને 1 મહિનો અને 9 દિવસના 2128 કિલોમીટરનો પ્રવાસ પુર્ણ કરીને રાજપીપળા આવી પહોંચ્યા હતા. નવરાત્રી દરમિયાન રાજપીપળા આવ્યા હોય હરસિધ્ધિ મંદિર દર્શન માટે ગયા હતા ત્યારે તેમનો ભેટો રાજપીપળાના મુસ્લિમ અગ્રણી નૂરમોહમ્મદ મન્સૂરી સાથે ભેટો થયો તેમની હકીકત જાણી માનવતાના નાતે તેમણે આશરો આપ્યો અને દંપતીની સરભરા કરી તેમના ઉપવાસ હોય ફળ આહારની વ્યવસ્થા પણ કરી.
વધુ સાચો પરિચય તો તિરુપતિ થી દ્વારકા પગપાળા માનતા પુરી કરવા નીકળે દંપતીને એક એમડી સર્જન મહિલા ડોક્ટર મળયા તેઓએ પૂછપરછ કરતા આ દંપતી શિક્ષિત હોવાનું લાગતાં જણાવ્યું કે અંધશ્રદ્ધા માત્ર હોવાનો તબીબી અભિપ્રાય આપી દ્વારકા જવા માટે ટ્રેનની ટિકિટ ની બુક કરાવવા માટે ઓફર કરી આ દંપતીએ તાર્કિક કારણો અને સ્વભાવ અનુસાર જણાવતા જણાવવા મળ્યું કે વિદ્યાર્થીની સાઇકોલોજી નો અભ્યાસ કરીને નિ:શુલ્ક ભણાવવાનું શરૂ કર્યું હતું.
આ પહેલા દંપતી વિજ્ઞાન પ્રવાહના શિક્ષક હતા. વિજ્ઞાનના ૩ વિષયની એક મહિનાની ફી 90000/-લેતા હતા. બાદમાં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની મુલાકાત બાદ તેઓ એવી વહેંચવાની અપીલ કરતા ને સ્વીકારી બાળકોને નિઃશુલ્ક બનાવવાનું કાર્ય શરૂ કર્યું. સરોજ ઉપાધ્યાય સાયકોલોજીના નિષ્ણાત હોય આવનાર વિદ્યાર્થીઓની સાયકોલોજી હેઠળની અભ્યાસ કરી અને પછી તે પ્રશ્નો ઉકેલી શિક્ષણ આપતા હતા. આવા દંપતી મળીને નૂરમોહમ્મદ ભાઈએ ખુશી વ્યક્ત કરી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા