ધાનેરા તાલુકાના માલોતરા અને મેડા ગામે પંચાયતની ચૂંટણી યોજાઈ

ધાનેરા તાલુકાના માલોતરા અને મેડા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું તો તો બીજી તરફ કોઈ અણબનાવ ન બને તે માટે તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધાનેરા તાલુકાના માલોત્રા ગામે આજે વહેલી સવારથી જ મતદાન મથકો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને લોકો ખૂબ જ ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે ત્યારે ધાનેરા અને મેડા ગામ ની ગ્રામ પંચાયતમાં આજે ચૂંટણી યોજાઇ રહી છે.
આ ચૂંટણીમાં દરેક ઉમેદવારો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે તો બીજી તરફ લોકો પણ ખૂબ જ ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે આવનારા લોકોને કોઇપણ જાતની તકલીફ ન પડે અથવા તો કોઈ પણ બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અત્યારે તો તમામ ઉમેદવારોને જીતનો દાવો કરી રહ્યા છે કોણ જીતે છે અને કોણ પરાજિત થાય છે તે તો સમય જ બતાવશે.