સાબરકાંઠા LCBએ મોબાઇલ “પોકેટકોપ”ના ઉપયોગથી વાહનચોરી કરતાં ઇસમને દબોચ્યો

- સાબરકાંઠા LCB અે મોબાઇલ “પોકેટકોપ” ના ઉપયોગથી આંતર જીલ્લામાથી વાહન ચોરી કરતા ઇસમને દબોચ્યો
- કુલ કિં.રૂ. ૩૦,૦૦૦ નો મુદ્દામાલ રિકવર
સાબરકાંઠા જિલ્લામાં બનતા મિલ્કત વિરૂધ્ધના મોટર સાયકલ ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ અગાઉ બનેલ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ વડા શ્રી. ચૈતન્ય મંડલીક ના માર્ગદર્શન મુજબ પો.ઇન્સ.શ્રી વી.આર.ચાવડા ની સુચનાથી પો.સ.ઇ. શ્રી જે.પી.રાવ ની સાથે અ.હે.કો. સલીમભાઇ આ.પો.કો. સનતકુમાર તથા આ.પો.કો. વિજયકુમાર તથા આ.પો.કો. પ્રકાશભાઇ તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ તથા અ.પો.કો વિક્રમસિંહ તથા અ.પો.કો. પ્રહર્ષકુમાર વગેરે માણસોની ટીમો બનાવી સાબરકાંઠા જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ખાનગી બાતમીદારથી મળેલ કે આજથી બારેક દિવસ અગાઉ ભિલોડા મુંધણેશ્વર મહાદેવના મંદિર નજીકથી ચોરીમાં ગયેલ હિરો સ્પ્લેન્ડર કાળા કલરનુ જેનો રજી. નંબર જી.જે.૩૧.ઇ.૬૬૪૩ નુ મયુરકુમાર અમૃતભાઇ કલાસવા રહે. કલાસવા ફળો, વાંસળી, તા. ભિલોડા, જી. અરવલ્લી નાએ ચોરી કરેલ છે અને તે હિરો સ્પ્લેન્ડર લઇ મોતીપુરા વિસ્તાર હિમતનગર ખાતે ફરી રહેલ છે તે બાતમી આધારે મોતીપુરા સર્કલ હિમતનગર પાસે રોડ ઉપર વોચ તપાસમાં ગોઠવાઇ ગયેલ તે દરમ્યાન ઉપરોક્ત બાતમી મુજબની મોટરસાયકલ લઇ આવતા ઇસમને ઉભો રખાવી ચાલકનુ નામ પૂછતા મયુરકુમાર અમૃતભાઇ કલાસવા ઉવ -૨૩, રહે. કલાસવા ફળો, વાંસળી, તા.ભિલોડા, જી.અરવલ્લી નાનો જણાવેલ સદર બાઇક જોતા આગળ તથા આગળના તથા પાછળના ભાગે નંબર પ્લેટ લગાડેલ ન હતી જેનો એન્જીનનંબર- HA10ERGHH59753 તથા ચેસીસ નંબર- MBLHA10CGGHH47869 નો હોઇ, તે હિરો સ્પ્લેન્ડરનો ચેચીસ નંબર તથા એન્જીન નંબર ઇગુજકોપ (પોકેટકોપ) સોફટવેર ધ્વારા તથા રેકર્ડ ઉપર તેમજ એકલવ્ય સોફ્ટવેરથી તપાસ કરતા ભિલોડા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં-૮૧/૨૦૧૯ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબના ગુન્હામાં ચોરી ગયેલ હિરો સ્પ્લેન્ડર નંબર જી.જે.૩૧.ઇ.૬૬૪૩ ની હોઇ જે સબધે ચાલક ઇસમની પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતો હતો ઉંડાણપુર્વક પુછપરછ કરતા ચાલક ઇસમે જણાવેલ કે આજથી તેરેક દિવસ અગાઉ રાત્રિના સમયે ભિલોડા મુંધણેશ્વર મહાદેવના મંદિર નજીકથી ચોરી કરેલ છે જેથી તે હિરો સ્પ્લેન્ડરની કિ.રૂ.૩૦,૦૦૦ ની ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે લઇ આરોપીને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)એ મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરી વધુ તપાસ સાબરકાંઠા ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. વી.આર.ચાવડા કરી રહ્યા છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)