ઝરોલી મુખ્યશાળાના શિક્ષક બાબુભાઇ આહિરનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

ઝરોલી મુખ્યશાળાના શિક્ષક બાબુભાઇ આહિરનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો
Spread the love

વલસાડ,
ઉમરગામ તાલુકાના ઝરોલી પ્રાથમિકશાળા મુખ્યોના શિક્ષક બાબુભાઇ ગાંડાભાઇ આહિર વય નિવૃત્ત થતાં નિવૃત્તિ વિદાય સમારોહ વન અને આદિજાતિ રાજ્યૃમંત્રી રમણલાલ પાટકરની ઉપસ્થિવતિમાં પ્રાથમિક શાળા ઝરોલી ખાતે યોજાયો હતો.
આ અવસરે આદિજાતિ રાજ્યોમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, શિક્ષક સમાજનું ઘરેણું છે. શિક્ષક સમાજના પાયાનું શિક્ષણ પુરૂ પાડે છે. જ્ઞાન આપીને સારા નાગરિક બનાવી દેશના વિકાસમાં સહભાગી બને છે. સમાજની રચના, સમાજના દુષણો દૂર કરવામાં શિક્ષકની ભૂમિકા મહત્વંની રહેલી છે. બાબુભાઇ આહિરનું નિવૃત્તિ જીવન સુખમય, નિરોગી, સુખાકારી બની રહે અને નિવૃત્તિ બાદ પણ સતત સમાજ સેવામાં કાર્યરત રહે તેવી શુભેચ્છા આપી શાલ ઓઢાડી સન્માકન કર્યુ હતું.
આ અવસરે ગામના સરપંચશ્રી, શાળાના આચાર્યશ્રી, બીટ નિરીક્ષકશ્રી, શાળાના શિક્ષક ગણ સહિત ગામજનો અને બાળકો મોટી સંખ્યા માં ઉપસ્થિયત રહયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!