મુસ્લિમ સમાજમાં શિક્ષણ અને દીની તાલીમ દિકરી દીકરાને આપો : ફારૂક મદાર

સમગ્ર ગુજરાત મા સરકાર દ્વારા દીકરી દીકરો એક સમાન ના કાર્યથી મેડિકલ અને શિક્ષણને મદદરૂપ થવા માટે જરૂરત મંદ વિદ્યાર્થીઓને સહાયતા કરે છે ત્યારે મુસ્લિમ સમાજમાં આજના આધુનિક યુગમાં શિક્ષણ અને દિને ઈસ્લામી તાલીમ દીકરી દીકરામાં પ્રાપ્ત થાય અને સમાજનો વિકાસ થાય માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો યુવાનો સમાજના બાળકોને માર્ગદર્શક બની શિક્ષણ તરફ વાળવાના પ્રયાસો કરે અને આજના આધુનિક યુગમાં સર્વે સમાજની હરોળમાં શિક્ષણમાં મુસ્લિમ સમાજ પણ આગળ આવે તે માટે સરકારી પ્રાથમિક શાળાઓથી લઈ ખાનગી શાળાઓમાં એક યુવાન કમિટીની રચના કરવી જોઈએ અને તે કમિટીના મધ્યમથી જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવાના પ્રયાસો કરવા જોઈએ તેથી સમાજનો વિકાસ રૂઝાતો અટકે અને સમાજ આજના આધુનિક યુગમાં આવનાર યુવા પેઢી પાછી ન પડે તેવા પ્રયાસો દરેક વ્યક્તિ કરે અને ધોરણ એક થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે સન્માનિત પ્રોગ્રામ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી શિક્ષણ તરફ મુસ્લિમ સમાજ વધુમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે મુસ્લિમ સમાજના ચિંતક ફારૂકભાઇ મદાર વિરમગામ ની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.