દેશના કોઈ યુવાન રિસર્ચ કરીને સ્ટાર્ટઅપ દ્વારા પેટન્ટ કરવા માંગે તો 50 ટકા ખર્ચ ભારત સરકાર આપે છે

ગાંધીનગર,
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER), અમદાવાદ દ્વારાગાંધીનગરમાંગિફ્ટ સિટી કલબ ખાતે આજથી ત્રિદિવસિય ન્યૂરોલોજિકલ ડિસઑર્ડર અને થેરાપ્યુટિક્સ વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદનો શુભારંભ થયો છે.24, 25 અને 26 ઓક્ટોબર એમ ત્રણ દિવસ ચાલનારી આ પરિષદનુંઉદઘાટન કેન્દ્રીય શિપિંગ તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાએ કર્યું હતું.
આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં વિશ્વના 6 દેશોની સંસ્થાઓ જેવી કે હાર્ડવર્ડ મેડિકલ સ્કુલ, જોન હોરીકન્સ,મિલર સ્કુલ ઑફ મેડીસીન, હેલ્મ હોટ્સ રિસર્ચ સંસ્થાનના નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે.આ સાથે ભારત અનેવિદેશના જાણીતા વૈજ્ઞાનિકો, પ્રાધ્યાપકો અને ડૉકટરો પણ ભાગ લઈ રહ્યા છે,તેઓન્યૂરોલોજિકલ વિષયો પર પોતાના જ્ઞાન અને વિચારોનું આદાન-પ્રદાન કરશે.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે “આ પરિષદનો ઉદ્દેશ્ય ન્યૂરોલોજિના ક્ષેત્રમાં સંશોધન અને ઉપચાર માટેના નવા વિચારો અને અભિગમને પ્રોત્સાહિત કરવાનો છે, સંશોધકો અને ડૉક્ટરોને એકમંચ પર લાવવાનું આવું ઉમદા કાર્ય કરવા બદલ હું નાઇપર અમદાવાદને અભિનંદન પાઠવું છું.”
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે લોકોના સ્વાસ્થ્ય માટે નવા-નવા સંશોધનો થાય અને સંશોધન કરનારી સંસ્થાઓ તથા લોકો આ ક્ષેત્રમાં આગળ આવે એટલા માટે અમારું મંત્રાલય પણ નાઇપર જેવી સંસ્થાને સાથે જોડી રહી છે. કેન્સર તથા એઈડ્સ જેવા ગંભીર રોગો સામે હજુ જોઈએ તેટલી અસરકારક દવાઓ નથી ત્યારે તેના માટે નવા સંશોધનો થવા જરૂરી છે. યોગ અને આયુર્વેદ વિશ્વને ભારતની ભેટ છે, આયુર્વેદ, નેચરોપેથી અને યોગ જેવી પારંપારીક ઉપચાર પદ્ધતિઓ દ્વારા કેવીરીતે ઉપચાર કરવામાં આવતા હતા અને તેના થકી પણ ન્યૂરોલોજિના રોગોની સારવાર કેવી રીતે થઇ શકે તેના પર પણ સંશોધનોથવાજોઇએ.
કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ પટેલ, ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ફાર્માસ્યુટિકલસ મિનિસ્ટ્રી ઑફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝરના સહાસચિવ રજનીશ ટીંગલ,નાઇપરના ચેરમેન ડૉક્ટર કેતન પટેલ,નાઇપરના ડાયરેક્ટર પ્રૉ. કિરણ કાલિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.