સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વડીયા પેલેસમાં સરકારી આયુર્વેદ ફાર્મસી ખાતે ધનવતરિ પૂજન

રાજપીપળા ખાતે વડીયા પેલેસ માં આવેલ સરકારી આયુર્વેદ ફાર્મસી ખાતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા ધનતેરસે ધનવંતરિનું ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન કરાયું હતું. જેમાં આજે ચતુર્થ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ પણ હોવાથી ફાર્મસીના કર્મચારીઓ તથા અધિકારીઓ પ્રહલાદભાઈ સાથે આયુર્વેદના ભગવાન ધનવંતરિની પ્રતિમાને પુષ્પ હાર પહેરાવી વિધિવત પૂજન કરાયું હતું. આયુર્વેદમાં ધનતેરસને દિવસે ભગવાન ધનવંતરિની પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી આ પેલેસમાં આજે ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન કરાયું હતું. આજે ધનતેરસની પૂજા માં ખાસ કાંટાસરીના ફૂલો વપરાતા હોવાથી તેનું વેચાણ રાજપીપળામાં થયું હતું. આ ફૂલો ખાસ ધનતેરસની દિવસે મંગાવી છે. તેથી એક ફૂલ રૂપિયા ૨૫ થી ૫૦ રૂપિયા વેચાયા હતા. પીળા રંગના ફૂલો છોડ ઉપર રોજ સવારે ખીલે અને સાંજે ખરી પડે છે. બજારમાં આ દિવસે તેની વિશેષ માંગ કરે છે લોકો છોડ પરથી તાજા ફૂલો તોડી ખાસ તોડી ધનતેરસની પૂજા માં વપરાશમાં અને એ દિવસે ધનતેરસ હોવાથી આ ફૂલોની માંગ રાજપીપળામાં વધી ગઈ હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)