પાક વીમા સહિતનાં મુદ્દે કોંગ્રેસ ૧૦-૧૨ નવેમ્બરે રાજ્યવ્યાપી આંદોલન કરશે

અમદાવાદ,
ગુજરાત કોંગ્રેસ વિવિધ મુદ્દાઓને લઈને રાજ્ય વ્યાપી આંદોલન કરશે. પ્રદેશ પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ કમોસમી વરસાદ અને ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ આક્રમક વલણ અપનાવશે તેમ જણાવ્યું હતું. સાથે ૮થી ૧૦ નવેમ્બરે તાલુકા કક્ષાએ આંદોલન કાર્યક્રમ યોજશે. કોંગ્રેસ ૧૦, ૧૧ અને ૧૨ નવેમ્બરે રાજ્યવ્યાપી પ્રદર્શન કરશે.
કોંગ્રેસ માવઠાથી નુકસાન, પાક વીમા મુદ્દે આંદોલન કરશે. તો સાથે જ આર્થિક મંદી અને અન્યો પ્રશ્નો બાબતે આંદોલન કરશે. દેશ અને ગુજરાતમાં ભાજપ અન્યાય કરે છે તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો હતો. સાથે કÌšં કે, મોંઘવારીથી પ્રજાનું જીવન અસ્તવ્યસ્ત થયું છે. કોંગ્રેસે કÌšં કે, રાજ્યમાં ચાલુ વર્ષે વધુ વરસાદથી અને કમોસમી વરસાદથી ખેડૂતની Âસ્થતિ વણસી છે. મોંઘવારીથી પ્રજાનું જીવન અસ્તવ્યસ્ત થયું છે. દેશની આજની Âસ્થતિ કંઈક અલગ થઈ છે.
મોદી સરકારમાં માત્ર ઝૂમલે બાઝી સિવાય કંઈ મળ્યું નથી. બેટી બચાવો પણ ભાજપથી બેટી બચાવોની Âસ્થતિનું આજે નિર્માણ થયું છે. ૬ વર્ષમાં મોદી સરકાર દ્વારા આપવામાં આવેલાં નારા માત્ર નારો જ રÌšં. દિલ્હીમાં પોલીસ હડતાળ પર ગઈ છે. દેશની રાજધાનીમાં પણ આ Âસ્થતિ છે. કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરવામાં આવી હતી, જે સ્વપ્ન સાકાર ના થયું. ગુજરાત કોંગ્રેસે પેટાચૂંટણીમાં પણ ત્રણ બેઠક પર જીત મેળવી છે.