કડી પાલિકાની જાહેર શૌચક્રિયા મુક્ત ઝુંબેશમાં પ્રશંસનીય કામગીરી

કડી પાલિકાની જાહેર શૌચક્રિયા મુક્ત ઝુંબેશમાં પ્રશંસનીય કામગીરી
Spread the love

*કડી નગરપાલિકાએ જાહેર શૌચક્રિયા મુક્ત ઝુંબેશમાં ટુ સ્ટાર રેટીંગ માટે સરકારમાં દરખાસ્ત મોકલી*

ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ડ્રિમ પ્રોજેકટ સમાન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહેલ છે.સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે શૌચાલય વિહોણા તમામ કુટુંબોને વ્યક્તિગત શૌચાલયનો લાભ આપી શહેરને જાહેર શૌચક્રિયા મુક્ત બનાવવા ઝુંબેશ ચલાવવામાં આવેલ છે સાથે સાથે સમગ્ર શહેરમાં જાહેર સ્થળો નજીક 7 પે એન્ડ યુઝ ટોયલેટ કડી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ છે.આમ વ્યક્તિગત શુચાલય અને જાહેર સ્થળો નજીક બનાવેલ સામુયિક શૌચાલયના ઉપયોગ લોકો દ્વારા કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના શહેરી મંત્રાલયની ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં કડી શહેરની જાહેર શૌચક્રિયા મુક્ત (ODF) શહેર માટે સર્વે હાથ ધરાતાં કડી શહેરમાં તમામ લોકો શૌચાલયનો ઉપયોગ કરતા હોઈ તેમજ સામુયિક શૌચાલયની સુવિધાની જાળવણી તથા વપરાશ ઉત્તમ હોઈ કડી શહેરને ODF+ જાહેર કરી પ્રમાણપત્ર આપવામાં આવેલ છે.જેનાથી પ્રોત્સાહિત થઈ કડી નગરપાલિકા જાહેર શૌચાલયની સુવિધાઓ વધુ સારી બનાવી ODF++ પ્રમાણપત્ર મેળવવા જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે. સરકાર દ્વારા જાહેર સાફ-સફાઈ તથા ભૂગર્ભ ગટરની સુવિધા વગેરે માપદંડોને ધ્યાને લઇ શહેરોને સ્ટાર રેટીંગ આપવામાં આવે છે.વર્ષ 2018-19 માં કડી નગરપાલિકા સિંગલ સ્ટાર બનેલ હતી પરંતુ નવા વર્ષમાં કડી નગરપાલિકાએ 3 સ્ટાર માટે દરખાસ્ત કરેલી છે.આગામી જાન્યુઆરી 2020માં રાષ્ટ્રીય કક્ષાએથી સ્વચ્છતા સર્વેક્ષણ – 2020 આવી રહેલ છે જેમાં નગરજનોએ ભીનો અને સૂકો કચરો અલગ રાખી પોતાના ઘરના આંગણા સ્વચ્છ રાખી સર્વે નગરજનોને સાથ સહકાર આપવા નગરપાલિકાએ અનુરોધ કર્યો છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!