એક જ દિવસમાં બે ગાડીમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડતી ખેરોજ પોલીસ

એક જ દિવસમાં બે ગાડીમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડતી ખેરોજ પોલીસ
Spread the love

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

ખેરોજ પોલીસે એક જ દિવસમાં  બે ગાડીમાંથી ૭૮૫૨૧૫ રૂનો દારૂ ઝડપી પ્રોહીબીશનના ૨ કેસ કયાૅ

ખેરોજ પોલીસ સ્ટેશનના પી.આઈ. અેચ.અેસ.ત્રિવેદી સાહેબની સફળ કામગીરીથી બુટલેગરોમા ફફળાટ

સાબરકાંઠા પોલીસ વડા શ્રી ચૈતન્ય માંડલીક સાહેબ એ જીલ્લામાં પ્રોહિબીશન ની બદીને સદંતર નેસ્તનાબુદ કરવા તથા વિદેશી દારૂની હેરાફેરી પર પ્રતિબંધની કડક અમલવારી કરવા આપેલ સુચના  તેમજ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી  ઈડર વિભાગ ના માર્ગદશન હેઠળ  તા.૨૪/૧૧/૨૦૧૯ ના રોજ કલાક.૦૩/૦૦ થી કલાક.૦૭/૦૦ સુધી કોમ્બીંગ ના.રા અનુસંધાને  એચ.એસ.ત્રિવેદી પો.ઈન્સ. ખેરોજ પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના માણસો અ.હે.કો.બાબુભાઇ વાલજીભાઇ બ.નં-૭૩૬ તથા આ.હે.કો.ચંન્દ્રેશભાઇ જેઠાભાઇ બ.નં-૮૩૪ તથા આ.પો.કો.પ્રતાપભાઇ ભુરજીભાઇ બ.નં-૧૬૮ તથા અ.પો.કો.નરેશભાઇ લાડુભાઇ બ.નં-૦૧ તથા આ.લો.ર.કિરણકુમાર લાલજીભાઈ બ.ન ૦૯૩  તથા આ.લો.ર.ચંન્દ્રેશકુમાર હિમ્મતલાલ બ.નં-૦૧૦૦ તથા આ.પો.કો.કૌશિકભાઇ રાજુભાઇ બ.નં-૦૯૬ તથા અ.પો.કો.ચિરાગકુમાર વિઠ્ઠલભાઇ બ.નં-૦૫૯૧ તથા  ડ્રાયવર પો. કો. કુલદીપભાઈ બચુભાઈ બ.ન ૧૫૧ ખેરોજ ત્રણ રસ્તા ખાતે વાહનચેકિંગમાં હતા.દરમ્યાન કોટડા તરફથી એક મારૂતિ સીયાઝ  ઝેઙ એકસ.આઇ ગાડી આવતી જણાતાં બેરીકેટીંગથી રોડ ઉપર આડાસ ઉભી કરેલી  જેથી તે ગાડીનો ચાલક પોતાની ગાડી એકદમ રીવર્સ લઇ યુ ટર્ન મારી લાંબડીયા તરફ ભાગેલો જેથી સાથેના પોલીસ સ્ટાફના માણસોને લઇને આપ સા.તથા  ખેરોજ પોલીસ સ્ટેશનના સરકારી વાહનથી તે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરેલો અને તે ગાડી લાંબડીયાથી માલવાસ તરફ જતા રોડ ઉપર ભાગતાં તે ગાડીનો પીછો કરતા હતા તે દરમ્યાન માલવાસ ગામે વળાંકમાં  ગાડીના ચાલકે તેની ગાડીનો સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતાં તેની ગાડી રોડ સાઇડની ચોકડીમાં ઉતરી ગયેલ અને અમો સરકારી ગાડીથી તે જગ્યાએ પહોચતા  ગાડી  રોડ સાઇની ચોકડીમાં પડેલ હતી તે જગ્યાએ જઇ બેટરીના અજવાળે જોતાં મારૂતિ સીયાઝ કંપનિની સફેદ કલરની ગાડી જેના આગળ તથા પાછળના ભાગે નંબર પ્લેટ ઉપર જોતાં GJ.05 JN.7537 નો નંબર લખેલ છે.તેગાડીમાં બેટરીના અજવાળે તપાસ કરતાં  ગાડીમાં ડ્રાઇવર સીટના પાછળના ભાગે તથા ડેકીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ- ૪૨૩ કિ.રૂા. ૪,૧૩,૯૨૦  તથા મારૂતિ સીયાઝ  ઝેઙ એકસ આઇ ગાડીની કિ.રૂા.૭,૦૦,૦૦૦ મળી કુલ રૂા.૧૧,૧૩,૯૨૦ના મુદ્દામાલ મળી આવતાં ખેરોજ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નંબર-૫૧૬૧/૦૧૯ પ્રોહી કલમ-૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.તેમજ બીજો કેસ ખેરોજ આવવા માટે નીકળેલા હતા તે દરમ્યાન લાંબડીયા પારસ વિધાલય આગળ એક ગાડી કોટડા તરફથી આવતી હતી જેને હાથનો ઇશારો કરી ગાડી ઉભી રખાવવા જણાવતા તે ગાડીના ચાલકે ગાડી ઉભી રાખેલ નહિ અને માલવાસ તરફ ભાગેલ જેથી તે ગાડીનો સરકારી વાહનથી પીછો કરતા માલવાસ ગામે સીમમાં ગાડી રોડ સાઇડમાં ઉભી રાખી અંધારાનો તથા જંગલ વિસ્તારનો લાભ લઇ સદરી ગાડીનો ચાલક ભાગી ગયેલો અને હુંન્ડાઇ ક્રેટા ગાડી નંબર-GJ.02 CP.8512  ની અંદર જુદી જુદી બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૪૩૫ કિ.રૂા.૩,૭૧,૨૯૫ તથા હુંન્ડાઇ ક્રેટા ગાડીની કિ.રૂા.૮,૦૦,૦૦૦ મળી કુલ કિમત રૂા.૧૧,૭૧,૨૯૫ ના પ્રોહી  મુદ્દામાલ પકડી ખેરોજ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નંબર-૫૧૬૨/૨૦૧૯ પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૯૮(૨)* મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો અને આજરોજ પ્રોહીના- ૦૨ ગણનાપાત્ર કેસો કરવામાં ખેરોજ પોલીસને સફળતા મળી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!