સુરક્ષા અને સાફ-સફાઈ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું માડિફિકેશન કરાશે

કેવડિયા,
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં તંત્ર તરફથી અમુક માડિફિકેશન કરવામાં આવનાર છે. આ સાથે જ સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમાની બહારથી સફાઈ થાય તેવું પણ આયોજન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદારની પ્રતિમા ખુલ્લી મૂક્્યા બાદ દરરોજ હજારોની સંખ્યામાં લોકો કેવડિયા કોલોની પહોંચી રહ્યા છે.
તંત્ર તરફથી આગામી દિવસોમાં વધારે પ્રવાસીઓને આકર્ષવા માટે કેવડિયા ખાતે જંગલ સફારી પાર્ક, બટરફ્લાય પાર્ક, ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક, એકતા નર્સરી સહિતના આકર્ષણો ઉમેરાયા છે. મળતી માહિતી પ્રમાણે વ્યુઇંગ ગેલેરી (અહીંથી પ્રવાસીઓ નર્મદા ડેમનો નજરો માણે છે)માં આવતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં અમુક માડિફિકેશન થશે. સફાઈ તેમજ જાળવણીની કામગીરી માટે સરદાર પટેલની પ્રતિમાના છાતીના ભાગે બ્રોન્ઝ મેટલની ૧*૧ મીટરની ૧૦ બારીઓ અને માથાના ભાગે ૧ એમ ૧૧ બારીઓ બનાવવાનું કામ ચાલી રÌšં છે.
સરદાર પટેલની પ્રતિમાની છાતીના તેમજ મસ્તકના ભાગે બારી મૂકવા માટે સૌપહેલા વેલ્ડિંગથી પ્રતિમાનો અમુક ભાગ કાપવામાં આવશે. જે બાદ કાપેલા ભાગને ક્લેમ્પથી ફરીથી જાડી દેવાશે. એટલે કે પ્રતિમાના સ્ટ્રક્ચરમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે પરંતુ જરૂર પડે ત્યારે બહારથી સફાઈ કરી શકાય તે માટે ક્લેમ્પ લગાવીને બારીઓ મૂકવામાં આવશે.