મેમદપુર ગામેથી દેશી દારૂની ભઠ્ઠી, વોસ તથા દેશી દારૂ ગણનાપાત્ર કેસ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી વડગામ પોલીસ

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરુણકુમાર દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃતિ નેસ્ત નાબૂત થાય તે માટે સૂચના કરતા શ્રી આર.કે પટેલ સાહેબ ના.પો.અધિક્ષક સા. શ્રી પાલનપુર વિભાગ પાલનપુર તથા સર્કલ પો. ઇન્સ. સા. શ્રી પાલનપુરનાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ એન.એન.પરમાર વડગામનાઓ તથા સ્ટાફના માણસો ચેતનભાઈ, મનજીભાઈ તથા સરદારભાઈની ટીમે મળેલ ખાનગી બાતમી હકિકત આધારે મેમદપુર ગામના ચરામાં ગે.કા. રીતે દેશીદારૂની ભઠ્ઠીઓ ત્રણ ચલાવી દેશીદારૂ ગાળવાનો વોસ લીટર ૫૦૦૦ કિ રૂ ૨૦૦૦૦/- તેમજ દેશીદારૂ લીટર ૪૫ કિ રૂ ૯૦૦/- તથા દેશીદારૂ ગાળવાના સાધનો કિ રૂ ૩૦૦/- એમ કુલ રૂ ૨૧૨૦૦/-ના મુદામાલ સાથે(૧) મોતીજી પારખાનજી ઠાકોર રહે.મેમદપુર તા.વડગામ (૨) દલપતસિંહ નવાજી રાઠોડ, રહે-મેમદપુર મોટાવાસ તા-વડગામ (૩) વિક્રમજી જકસીજી ઠાકોર મુળ રહે.પસવાદળ તા.વડગામ હાલ રહે મેમદપુર તા.વડગામ વાળાઓને પકડી પાડી વડગામ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન. ૨૪૨/૨૦૧૯ પ્રોહી કલમ-૬૫ બી, સી, ડી, ઇ, એફ ૮૧ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.