ચાવજ ગામે ઇલેકટ્રીક કોપર કેબલ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ LCB

પોલીસ મહાનિરિક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા આપેલ સુચના આધારે ભરૂચ એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે. એન. ઝાલા તથા પો.સ.ઈ શ્રી પી. એસ. બરંડાનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.સ.ઇ એ. એસ. ચૌહાણ તથા પો.સ.ઇ વાય. જી. ગઢવી તેમજ પોલીસ માણસોની અલગ-અલગ ટીમો આ દિશામાં કાર્યરત કરવામાં આવેલ.
ભરૂચ તાલુકાના ચાવજ ગામ પાસે આવેલ વિડીયોકોન કંપની માંથી કોપર કેબલ વાયરો કી. રૂ. ૦૯,૦૦,૦૦૦/- ની ચોરી થયેલ હોય જે બાબતે ભરૂચ શહેર “સી” ડીવી. પો. સ્ટે. મા. ગુ. ર. નંબર-૧૭૮/૨૦૧૯ ઇ.પી.કો. ક – ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૪૨૭ મુજબ ગુનો નોંધવા પામેલ આ ગુનાના કામે એલ. સી. બી.ની ટીમ દ્વારા ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી ગુનો શોધી કાઢવા ચક્રો ગતિમાન કરેલ અને આજરોજ એલ.સી.બી.ની ટીમો પેટ્રોલીંગમાં હતી.
દરમ્યાન હે. કો. ચંદ્રકાંતભાઇ તથા પો. કો. જોગેન્દ્રદાન નાઓને સંયુકત રીતે બાતમી હકીકત મળેલ કે આ ચોરીના ગુનામાં અગાઉ ધાડ તથા ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી અમિત ઉર્ફે ઇમલો તથા તેના બીજા સાગરીતો સંડોવાયેલ છે જે પૈકીના અમિત ઉર્ફે ઇમલો તથા અન્ય એક સાગરીત પાનોલી GIDC ખાતે છે જે મળેલ બાતમી આધારે પાનોલી GIDC ખાતેથી બે આરોપીને ઝડપી પાડી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી અંક્લેશ્વર રૂરલ પો . સ્ટે . મા સોંપવામાં આવેલ છે . અને વધુ કાર્યવાહી અર્થે ભરૂચ શહેર “સી” ડીવી. પો. સ્ટે.મા જાણ કરવામા આવેલ છે .
પકડાયેલ આરોપી
(૧) અમિત ઉર્ફે ઇમલો S/o દામજીભાઇ જેસીંગભાઇ જાતે – વસાવા ઉ.વ.- ૨૫, ધંધો – મજુરી, મુળ રહે – વાગલખોડ, નિશાળ ફળીયુ, તા. વાલીયા, જી. ભરૂચ, હાલ રહે. નેશનલ કોમ્પલેક્ષ, મકાન નં. ૧૦૬, રીયાઝભાઇના મકાનમાં ભાડેથી, સંજાલી, સકાટા ચોકડીની બાજુમાં, તા – અંક્લેશ્વર, જી. ભરૂચ (૨) સદામહુશેન S/o ઝાકીરહુશેન જાતે – શાહ ( મુસ્લીમ ) ઉ.વ. ૧૯, ધંધો – મજુરી, રહે. હાલ કાપોદ્રા, સહકાર પાર્ક મકાન નં-૬૯, તા. અંક્લેશ્વર, જી. ભરૂચ, મુળ રહે. શીશા હનીયા થાના – પચપડવા, તા. તુલશીપુર, જી. બલરામપુર, ઉત્તરપ્રદેશ
શોધી કાઢેલ ગુનો
( ૧ ) ભરૂચ શહેર “સી” ડીવી. પો. સ્ટે. ગુ. ર. નંબર – ૧૭૮/૨૦૧૯ ઇ.પી.કો. ક – ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૪૨૭
કબ્જે કરેલ મુદ્દામાલ
મોબાઇલ ફોન નંગ – ૦૩ કી. રૂ. ૧૫,૫૦૦/-
આરોપીઓની એમ . ઓ .
આ કામે પકડાયેલ આરોપીઓ રેકી કરી રાત્રીના સમયે બંધ કંપનીમાંથી કેબલ વાયરો તથા ભંગારની ચોરી કરવાની ટેવવાળા છે.
ગુનાહીત ઇતિહાસ
આ કામે પકડાયેલ આરોપી અમિત ઉર્ફે ઇમલો દામજીભાઇ વસાવા અગાઉ કોસંબા પો . સ્ટે . વિસ્તાર મા આવેલ એક કંપનીમાં કરેલ ધાડ ના ગુનામાં તેમજ વડોદરા જીલ્લા ના વરણામા પો . સ્ટે . મા વિસ્તાર માં આવેલ એક કંપનીમાંથી કરેલ ઘરફોડ ચોરી ના ગુનામાં પકડાયેલ છે
કામગીરી કરનાર ટીમ
પો.સ.ઇ. એ. એસ. ચૌહાણ તથા પો.સ.ઇ વાય. જી. ગઢવી તથા હે. કો. ચન્દ્રકાન્તભાઇ શંકરભાઇ તથા હે. કો. ઉપેન્દ્ર કેશરાભાઇ તથા હે.કો . અજયભાઇ રણછોડભાઇ તથા હે. કો. સંજયદાન તથા હે. કો. વર્ષાબહેન રમણભાઇ તથા હે.કો. દિલીપભાઇ યોગેશભાઇ તથા પો.કો. જોગેન્દ્રદાન ભુપતદાન તથા પો. કો. જયરાજભાઇ ભરતભાઇ તથા પો. કો. કિશોરસિંહ વીરાભાઇ