NDPS ગુન્હાના આરોપીને પકડી પાડતી વેજલપુર પોલીસ

આજરોજ પોલીસ કમીશનર સાહેબ શ્રી તથા સંયુકત પોલીસ કમીશનર શ્રી સેકટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમીશનર સાહેબ શ્રી ઝોન ૭ સાહેબ તથા મદદનીશ પોલીસ કમીશનર સાહેબ શ્રી એમ ડિવીઝન સાહેબ નાઓએ અમદાવાદ શહેરમા નાસ્તા ફરતા આરોપીઓ તેમજ વોન્ટેડ આરોપીઓ પકડવા મૌખીક સુચના આપેલ હોય જે સુચના આધારે અમારા સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. આર.પી.વણઝારા તથા લોકરક્ષક મયુદ્દીન મકબુલમીયાં તથા અ.પો.કો. સુરેશભાઇ લાલભાઇ તથા લોકરક્ષક વસીમ હમીદભાઇ નાઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ફરતા ફરતા જુહાપુરા ચાર રસ્તા પાસ આવતા લોકરક્ષક મયુદ્દીન મકબુલમીયાં તથા અ.પો.કો. સુરેશભાઇ લાલભાઇ નાઓની ખાનગી બાતમી હકીકત આધારે મધ્યસ્થ જેલ પેર્રોલ જમ્પ કેદી નં-૮૧૦/૧૯ નાઓ NCB/AZU/CR. NO-08/2017 NDPS એકટ કલમ ૮ (સી),૨૦(બી) મુજબના કામે આરોપી નામે આબીદમીયાં હમીદમીયાં સૈયદ રહે.જી/૧૦૩ સંકલિતનગર જી વોર્ડ જુહાપુરા,વેજલપુર અમદાવાદ શહેર નાને આજ રોજ તા:-૨૨/૧૨/૨૦૧૯ ના કલાક-૧૯/૧૫ વાગે પકડી સદર આરોપીને મધ્યસ્થ જેલ સાબરમતી ખાતે મુકવા જવા તજવીજ કરી પ્રશંશનીય અને ઉમદા કામગીરી કરેલ છે.