હળવદ તાલુકાપંચાયતની નવા ધનશ્યામગઢ પેટા ચૂંટણીના પ્રચારમાં ગરમાવો

હળવદ તાલુકાપંચાયતની નવા ધનશ્યામગઢ પેટા ચૂંટણીના પ્રચારમાં ગરમાવો
Spread the love
  • તાલુકા પંચાયતની નવા ઘનશ્યામગઢની પેટા ચુંટણી તા. ૨૯/૧૨ ના રોજ યોજાશે

હળવદ તાલુકા પંચાયતની નવા ધનશ્યામગઢની પેટા ચુંટણીમાં પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે આગામી 29/12/19  ચુંટણી યોજાવાની છે, તેથી બન્ને પક્ષો પોતપોતાના ઉમેદવારને જીતાડવા એડી ચોટી નુ જોર લગાવ્યું છે, ભાજપ ઉમેદવાર મનસુખભાઈ માકાસણાને વિજયી બનાવવા ભાજપ દ્વારા હળવદ તાલુકાના  ગણેશપુરા, પ્રકાશનગર. જુનાઅમરાપર, ઈગોંરાળા,સહિતના ગામોમાં ભાજપના નેતાઓ, કાર્યકરોએ સભાકરી જન સંપર્ક અભિયાન ચલાવ્યું હતું.

પરસોત્તમભાઈ, ધીરુભા ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રવજીભાઈ પરમાર, ઉમેદવાર મનસુખભાઇ પટેલ, વિપુલભાઈ પટેલ, હિતેશભાઈપટેલ, બળદેવભાઈ સોનગરા તાલુકા પંચાયત ઉપપ્રમુખ તેમજ ઇન્દુભા ઝાલા, નાગરભાઈ દલવાડી, રામજીભાઈ સોનગરા, રમેશભાઇ પટેલ તથા વલમજીભાઈ સોનગરા, ઘનશ્યામભાઈ, દેવશીભાઈ દલવાડી અશોકસિંહ જાડેજા, ગોરધનભાઇ દલવાડી, નારાયણભાઈ, વિષ્ણુભાઈ સહીતના કાયૅકરો પ્રચાર અભિયાન અને લોક સંપર્ક માં જોડાયા હતા.

પેટા ચુંટણીમાં ભારે ઉત્સાહ સાથે રાજકીય પક્ષો લોકસપૅક લાગી ગયા છે, બંને પક્ષો દ્વારા સીટ કબજે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ભરશિયાળે રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે,

રિપોર્ટ : મયુર રાવલ (હળવદ)

Admin

Admin

9909969099
Right Click Disabled!