ઈડર તાલુકાના મુડેટી ગામે સન્માન સમારોહ યોજાયો

ઈડર તાલુકાના મુડેટી ગામે સન્માન સમારોહ યોજાયો હતો શ્રી કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા આયોજિત લક્ષચંડી મહાયજ્ઞ ના મુખ્ય આચાર્ય શ્રી શુકલ રાજેશભાઈ અનંતદેવ ગામ -મુડેટી તા- ઇડર જી- સાબરકાંઠા જે લક્ષચંડી મહાયજ્ઞ સંપન્નકરી મુડેટી પરત આવતા ગામના સરપંચ શ્રી દેસાઈ દિનેશભાઇ નરપતભાઇ તથા સંસ્કૃત પાઠશાળા નો સ્ટાફ / વિદ્યાથી ઓ અને ગામના આગેવાનો એ તેમનુ વાજતે ગાજતે તથા વેદઘોષ દ્વારા અને ફુલહાર / શાલ દ્વારા અભિવાદન કર્યુ હતુ. મુડેટી ના સર્વે ગામ જનોએ આનંદની લાગણી અનુભવિ મુડેટી ગામનુ નામ રોશન કર્યું હતુ.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)