ડીસા : જાવલ પ્રાથમિક શાળામાં જલધારા ખુલ્લી મુકાઈ

તા. ૨૮/૧૨/૨૦૧૯ ના રોજ જાવલ પ્રાથમિક શાળા તા.ડીસામા શાળાના બાળકોને પાણીની સુવિધા માટે આધુનિક જલધારાનુ ઉદ્ઘાટન જાવલ ગ્રામ પંચાયતમાં સરપંચ ડામરાભાઈ વી.પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમના દ્વારા પાણી બચાવો અને જળ એજ જીવન વિશે માહિતી આપી હતી.શાળાના આચાર્ય ઈશ્વરભાઈ સી.ડાભીએ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કર્યું હતું. શાળાના તમામ શિક્ષકો અને ગ્રામ પંચાયતમાં બૉર ઑપરેટર બાબુજી ઠાકોર, વડીલ રામજીભાઈ, વાહતાભાઈ, વિહાભાઈ, ભુરાભાઈ, કાળુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
- રઘુભાઈ નાઈ (દિયોદર)