પ્રોહી જથ્થા સાથે આરોપીને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાલીયા પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ તથા પોલીસ અધિક્ષક ભરૂચ શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચનાથી પ્રોહીબીશન બદી સદન્તર નાબુદ કરવાના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી એમ . પી . ભોજાણી અંકલેશ્વર વિભાગ અંકલેશ્વર નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ કામગીરી દરમ્યાન આજરોજ તા . ૩૧ / ૧૨ / ૨૦૧૯ નાં વાલીયા પોલીસના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી ડી. પી. ઉનડકટ નાઓની ચોકક્સ આધારભુત બાતમી મળેલ કે , શિનાડા ખાતે રહેતા સુરેંદ્ર ઉર્ફ અખ્તર જાડુભાઇ વસાવા નાઓએ પોતાના રહેણાંક ઘરમાં ગેરકાયદેસરનો ભારતીય બનાવટનો વિદેશીદારૂ થર્ટી ફસ્ટના ફેસ્ટીવલમાં વેચાણ કરવાના ઇરાદે પોતાના ઘરમાં રાખેલ હોવાની બાતમી આધારે રેઇડ કરતા જુદા જુદા માર્કાનો ભારતીય બનાવટનો વિદેશીદારૂ બોટલ નંગ – ૬૪૮ તથા બીયર ટીન – ૧૯૨ મળી કુલ કિ . રૂ . ૯૧ , ૨૦૦ / – નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ હોય આરોપી સુરેંદ્ર ઉર્ફ અખ્તર જાડુભાઇ વસાવા નાઓ વિરૂધ્ધ વાલીયા પોલીસ સ્ટેશન ગુ . ર . નં , III – ૭૯૧ / ૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ – પ્રોહી એક્ટ કલમ – ૬૫ ( એ ) ( ઈ ) , ૮૧ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે .
સદર કામગીરી વાલીયા પોલીસ સ્ટેશનના પો . ઈન્સ . શ્રી ડી . પી . ઉનડકટે તથા પો . સ . ઇ . એન . એન . નિનામા તથા એ . એસ . આઇ . રાજેશભાઇ જેસાભાઇ તથા પો . કો . ગુલાબભાઇ મગનભાઇ તથા પો કો . રવિન્દ્રભાઇ રમેશભાઇ તથા પો . કો . સુન્દ્રભાઇ ઠાકોરભાઇ તથા પો . કો . ચેતનભાઇ રમેશભાઇ તથા પો . કો . પ્રતાપભાઇ ભરતભાઇ તથા યુ . પો . કો . સંગીતાબેન અમરસિંગ નાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે .