હળવદ તાલુકા પંચાયતની નવા ધનશ્યામગઠ પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લેહારાયો

- તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં પુવૅ મંત્રી જયંતીભાઈ કવાડીયાના ધનશ્યામગઢમાથી ૪૬૩ મતો ની જંગી લીડ મળી હતી
હળવદ તાલુકા પંચાયતની નવા ધનશ્યામગઢ ની પેટા ચુંટણી 29/12/19 ચુંટણી યોજાયા હતી, બન્ને પક્ષો પોતપોતાના ઉમેદવાર ને જીતાડવા એડી ચોટીનુ જોર લગાવ્યું હતું, નેતાઓ, કાર્યકરોએ સભાકરી જન સંપર્ક અભિયાન ચલાવ્યું હતું પેટા ચુંટણીમાં ભારે ઉત્સાહ સાથે લોકસપૅક લાગી ગયાહતા, બંને પક્ષો દ્વારા સીટ કબજે કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું, નવા ધનશ્યામગઠ પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, નવા ધનશ્યામગઢ પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ સવજીભાઈ માકાસણાને (1536મત મળયા) 324 મતે વિજય થયો, જયારે કોંગ્રેસના ઉમેદવાર જટુભા ઝાલાને 1212 મત મળ્યા હતા,
પાંચ ગામ માં ૬ બુથ પર મતદાન થયુ હતુ ,કુલ ૪૮૧૩ મતદારો માં થી ૨૭૯૬ મતદારો એ મતદાન કરયુહતુ, સમગ્ર ચુંટણી મતદાન ગણતરી પ્રકીયા પર હળવદ મામલતદાર વી. કે, સોલંકી સહીત સ્ટાફ ખડેપગે રહયો હતો. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માકસણા વિજેતા થતા પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા અજયભાઈ રાવલ, રજનીભાઈસંઘાણી, તાલુકા પંચાયતના પ્રમુખ ધમેન્દસિહ ઝાલા, વલ્લભભાઈ પટેલ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ, રણછોડભાઈ દલાવડી, ધનશ્યામભાઈ ગોહીલ, રમેશ ભગત સહિતના કાર્યકરોએ વિજેતા ઉમેદવારને મોઢુ મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટ : મયુર રાવલ (હળવદ)