કડીમાં એમ. એન. પટેલ પ્રા. શાળામાં સમાજ દર્શન ઉત્સવ કાર્યક્રમ

નાની કડીમાં આવેલ એમ.એન.પ્રાથમિક શાળામાં શુક્રવાર ના રોજ નાના બાળકોનો સૌપ્રથમ વાર આવો સમાજ દર્શન ઉત્સવ ઉજવાયો હતો. શાળાના નાના ભૂલકાઓ દ્વારા દરેક પ્રકારની લોક જાગૃતિ થીમો દ્વારા સામાજિક મેસેજ આપતો અનોખો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.કડી ના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, દિલીપભાઈ પટેલ (રાજા ઇન્ડ.) તથા રામભાઈ ના હસ્તે ઉત્સવને ખુલ્લો મુકાયો હતો.શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ભૂલકાઓ અનેક વેશ ધારણ કરી લોકોના આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.
સમાજ દર્શન ઉત્સવ ને આશરે 5000 લોકોએ નિહાળ્યો
માણેકલાલ પટેલ, મણીભાઈ પટેલ, કોકિલાબેન પટેલ, બબલુભાઈ ખમાર, શારદાબેન પટેલ, રમીલાબેન પટેલ, નિલેશભાઈ નાયક, હીનાબેન ખમાર, મનીષભાઈ પટેલ (બી.આર.સી) તથા વિવિધ સંસ્થાના આચાર્યો અને બાળકો ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. બાળકોના વાલીઓએ ખુબજ સહયોગ આપ્યો હતો અને શાળાના શિક્ષકોએ સમાજ દર્શન ઉત્સવને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કર્યા હતા. શાળાના આચાર્ય ખોડાભાઈ પટેલે બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.