વડોદરા શહેરમાં વર્ષ ર૦૧૮ની સરખમણીએ વર્ષ ર૦૧૯ના ક્રાઇમ રેટમાં ૭ % ટકા ઘટાડો થયો

વડોદરા,
શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરના સ્થાનિક પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા સારું સૂચના આપવામાં આવે છે. જે અન્વયે શહેરમાં વર્ષ ર૦૧૮ની સરખમણીએ વર્ષ ર૦૧૯ના ક્રાઇમ રેટમાં ૭ % ટકા ઘટાડો થયો છે. ર૦૧૮ના વર્ષમાં ભારે ગુનાઓ જેમાં ખૂન , ખૂનની કોશિષ, ઇજા જેવા શરીરસંબધી ગુનાઓ અને મિલ્કત સબંધિત ગુનાઓ જેમાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરીઓ, ઠગાઈ અને છેતરપિંડીના ગુનાઓનો સમાવેશ થાય છે. વર્ષ ર૦૧૮માં આવા ૩૦૦૯ ગુનોઓ નોંધાયા હતા. જેની સરખામણીએ વર્ષ ર૦૧૯માં આ ગુનાઓમાં ઘટાડો થતા કુલ ૨૮૨૧ ગુનાઓ નોંધાયેલ છે. જે ર૦૧૮ની સરખામણીમાં ૨૦૧૯ના વર્ષમાં ૧૮૮ ગુનાઓ ઓછા નોંધાયેલ છે.
જેમાં શરીર સંબંધીત ગુનાઓ જોતાં ર૦૧૮ના વર્ષમાં ખુનના નોંધાયેલ ગુનાઓની સરખામણીમાં ર૦૧૯ના વર્ષમાં ખુનના ૨૩ ગુનાઓમાં ધટાડો થયેલ છે જે ૭૦ % ટકા જેટલો ઘટાડો થયેલા છે. ર૦૧૮ ના વર્ષમાં ખુનની કોશીષના ગુનાઓની સરખામણીએ ૨૦૧૯ ના વર્ષમાં ૭ ગુનાઓનો ધટાડો થયેલ છે. જે ર૧ % ટકા જેટલો ઘટાડો થયેલ છે. તેમજ ઇજાના ગુનાઓમાં ૧૨ ગુનાઓનો ઘટાડો થયેલ છે. જે પ % ટકા જેટલો ઘટાડો થયેલ છે. તથા અપહરણના ગુનાઓમાં ૧૯ ગુનાઓનો ઘટાડો થયેલ છે. જે ૧૫% ટકા જેટલો ઘટાડો થયેલ છે.
મિલ્કત સંબંધીત ગુનાઓમાં વર્ષ ર૦૧૮ની સરખામણીએ ૨૦૧૯ના વર્ષમાં લુંટના ૫૧ ગુનાઓનો ઘટાડો થયેલ છે. જે પ૩ % ટકા જેટલો ઘટાડો થયેલ છે. ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં ૪૩ ગુનાઓનો ઘટાડો થયેલ છે. જે ૧૩ % ટકા ઘટાડો થયેલ છે, તથા તમામ યોરીઓ જોતાં ૨૦૧૮ના વર્ષની સરખામણીએ ૨૦૧૯ના વર્ષમાં ૮૧ ગુનાઓનો ઘટાડો થવા પામેલ છે. જે ૧૦ % ટકા ઘટાડો થયેલ છે. સને ર૦૧૯ના વર્ષમાં વડોદરા શહેર પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ , વાહન ચેકીંગ તથા રીઢા ગુનેગારોની અટકાયતી પગલા કરતા અને વડોદરા શહેરમાં કુલ ૮૦૦ જેટલા લાગેલ સી . સી . ટીવી કેમેરાના કારણે તથા અધિકારીશ્રીઓના માર્ગદર્શન અને સુપરવિઝન કારણે વર્ષ ૨૦૧૮ની સરખામણીએ વર્ષ ૨૦૧૯ના ક્રાઇમ રેટમાં ઘટાડો થયેલ છે.
વર્ષ ૨૦૧૯માં વડોદરા શહેર પોલીસ દ્વારા મિલ્કત સંબધીત ગુનાઓમાં ધાડના પ ગુનાઓ, લુંટના ૩૭ ગુનાઓ, યેઇન સ્નેચીંગના ૩૦ ગુનાઓ, ધરફોડના ૭૦ ગુનાઓ તથા ચોરીના ૨૭૫ ગુનાઓ શોધી કાઢવામાં આવેલ છે. તેમજ શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં વધુમાં વધુ સીસીટીવી કેમેરા લગાવવાના હોવાથી વધુ ગુનાઓ ઉકેલવામાં મદદ મળશે.
પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌતની સુચનાના આધારે કાયદો અને વ્યવસ્થા ની જાળવણી સારૂ શરીર સંબધીત તથા મિલ્કત સંબધીત ગુનાઓ અટકાવવા અસરકારક અટકાયતી પગલા લેવામાં આવેલ છે. જેમાં વર્ષ ૨૦૧૯માં પાસા હેઠળ ૧૭૯ માથાભારે ઇસમોની અટકાયત કરી જુદી જુદી જેલમાં મોકલી આપવામાં આવેલ છે. જે ગયા વર્ષ ર૦૧૮ની સરખામણીમાં ૩૦ % ટકા વધારો કરેલ છે.