અમદાવાદમાં બે સગીરા વિરુદ્ધ સગીરા સાથે રેપનો પ્રયાસ કરવાના ગુનાથી મચી ચકચાર..!!

અમદાવાદમાં બે સગીરા વિરુદ્ધ સગીરા સાથે રેપનો પ્રયાસ કરવાના ગુનાથી મચી ચકચાર..!!
Spread the love

અમદાવાદમાં રેપના પ્રયાસનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં બે સગીર છોકરીઓ વિરુદ્ધ સગીર સાથે જ રેપના પ્રયાસનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, બંને આરોપી સગીર છોકરીઓને બાદમાં છોડી દેવામાં આવી, કારણ કે પીડિતા માનસિકરીતે અસ્વસ્થ છે અને આથી પોક્સો કોર્ટ સામે નિવેદન આપી શકી ન હતી.

જુન 2017માં અમદાવાદના ઓઢવ સ્થિત એક મહિલા શેલ્ટ હોમની અંદર સ્થિત છોકરીઓ માટેના બાળગૃહની છે. 22 જુન, 2017માં એક છોકરીએ બાલગૃહ અધિક્ષકને ફરિયાદ કરી હતી કે, ત્યાં રહેલી તેની ત્રણ સાથી કપડાં બદલતી વખતે તેની સાથે છેડછાડ કરે છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, આરોપી પ્રાઈવેટ પાર્ટ્સ પર આંગળી ફેરવે છે અને છેડછાડ કરે છે. પીડિતાએ આરોપ લગાવ્યો કે, આરોપીઓ તેની સાથે પહેલા પણ છેડછાડ કરી હતી અને ચૂપ રહેવા કહ્યું હતું.

શેલ્ટ હોમ અધિકારીઓએ મામલાની તપાસ કરી અને મહિલા પોલીસ સ્ટેશનમાં ત્રણમાંથી બે સગીર છોકરીઓ વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી. તેમની વિરુદ્ધ FIR દાખલ કરાવવામાં આવી તે સમયે તે તેમની ઉંમર 17 વર્ષ હતી. પોલીસે IPCની કલમ 376ની સાથે પોક્સેની ધારાઓ લગાવી, કારણ કે પીડિતા પણ સગીર હતી. તેમાંથી એક આરોપીને વડોદરા બાળગૃહમાં મોકલી આપવામાં આવી હતી.બંનેમાંથી એકને જામીન મળી ગયા, જ્યારે એકને જામીન ના મળ્યા કારણ કે તેની વિરુદ્ધ પહેલા પણ શેલ્ટર હોમમાં યૌન ઉત્પીડનની ફરિયાદો આવી ચુકી છે.

સેશન કોર્ટમાં આવેલી પોક્સો કોર્ટમાં બંને આરોપીઓને રજૂ કરવામાં આવી. આ દરમિયાન સામે આવ્યું કે, પીડિતા સ્કિટ્સફ્રીનિયાથી પીડિત છે. આ એક એવી દશા હોય છે, જેમાં દર્દીને એવી વસ્તુઓ દેખાય અને સંભળાય છે, જે હકીકતમાં હોતી જ નથી. આથી, પીડિતાનું નિવેદન સેક્શન 164 CRPC અંતર્ગત મેજિસ્ટ્રેટની સામે નોંધવામાં આવ્યું, જેને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. પીડિતા માનસિકરીતે અસ્વસ્થ હોવાને કારણે આરોપીઓને છોડી મુકવામાં આવ્યા છે.આ અંગે કોર્ટનું કહેવું છે કે, પુરાવાનું આંકલન કર્યા બાદ સ્પષ્ટ થયું છે કે, પીડિતા માનસિક બીમારીથી પીડિત છે અને એક પણ વાક્ય યોગ્યરીતે બોલી શકતી નથી.

અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

Admin

Admin

9909969099
Right Click Disabled!