કડી OBC, ST, SC એકતા મંચ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

કડી માં ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેના અને ઓ.બી.સી., એસ.ટી.. એસ.સી. એકતા મંચ દ્વારા એલ.આર.ડી.ની ભરતી પ્રક્રિયામાં પછાત વર્ગની મહિલા ઉમેદવારોને અન્યાય થયો છે જેનો ન્યાય મેળવવા માટે કડી મામલતદાર ગોસ્વામીને શુક્રવારના રોજ આપવામાં આવ્યું. ઓ.બી.સી., એસ.ટી.. એસ.સી. એકતા મંચના આગેવાન રાજુભાઇ ઠાકોરે જણાવ્યું કે એલ.આર.ડી. ભરતી પ્રક્રિયામાં થયેલ ગેરબંધારણીય ઠરાવને દૂર કરી સરકાર દ્વારા ઓ.બી.સી., એસ.ટી.. એસ.સી. વર્ગની મહિલાઓને ન્યાય આપવામાં આવે.