કડી : જાહેરમાં હત્યાના ગુનાનો આરોપી ઇરફાન ઉર્ફે ગીરી ઝડપાયો

- કડીમાં જાહેરમાં હત્યા કરનાર ગુન્હાનો આરોપી ગીરી ઉર્ફે ઇરફાન ઝડપાયો,કોર્ટે સાત દિવસ ના રીમાન્ડ માં મોકલ્યો
કડી શહેરમાં થોડા સમય પહેલા થયેલ મારામારીમાં કસ્બા વિસ્તારના રહીશ શરીફખાન નામના યુવકની કેટલાક ઈસમોએ હત્યા કરી દીધી હતી તેનો ફરાર આરોપી શુક્રવારના રોજ કડી પોલીસે કડીના પાંડાપોળ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. કડીના કસ્બા વિસ્તારમાં આવેલ જુમ્મા મસ્જિદની નજીક રહેતો નાસિરખાન ગોરીની ઇરફાન ઉર્ફે ગીરી સહિતના ચાર પાંચ ઈસમોએ મારમારી હત્યા નિપજાવી હતી. હત્યા થયાના ઘણા સમય પછી કડી પોલીસે બાતમીને આધારે કડીના પાંડા પોળ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો અને કડી કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટે તેને સાત દિવસના રીમાન્ડ ઉપર મોકલી આપવા હુકમ કર્યો હતો.