કડીમાં ભાગ્યોદય હોસ્પિટલના નવિનીકરણનો ઉદ્ઘાટન અને દાતાશ્રીઓનો સન્માન સમારોહ

કડીમાં ભાગ્યોદય હોસ્પિટલના નવિનીકરણનો ઉદ્ઘાટન અને દાતાશ્રીઓનો સન્માન સમારોહ
Spread the love

કડી ખાતે સર્વ વિદ્યાલય કેમ્પસ ના ઇન્ડોર સ્ટેડિયમમાં સદગત ડાહ્યાભાઈ પટેલ(રાજા.ઇન્ડ.) ની પ્રથમ વાર્ષિક પૂર્ણતિથિએ ભાગ્યોદય જનરલ હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહ તથા વિવિધ 75 થી વધારે દાતાશ્રીઓનો સન્માન સમારોહ શુક્રવારના રોજ યોજાયી ગયો.ભાગ્યોદય હોસ્પિટલના ચેરમેન દિલીપભાઈ પટેલ(રાજા ઇન્ડ.) દ્વારા કડી માં મોટી બીમારીઓમાં કડી પંથકના લોકોને સારવાર અર્થે અમદાવાદ કે બીજી જગ્યાએ જવાની તકલીફ ના પડે અને સામાન્ય લોકોને ખૂબ જ સસ્તી અને સારી આધુનિક સુવિધાઓ આપવાના ધ્યેય સાથે ભાગ્યોદય હોસ્પિટલના ટ્રષ્ટના મોવડી મંડળ દ્વારા હોસ્પિટલને રૂ.25 કરોડના ખર્ચે અદ્યતન બનાવવાનું નક્કી કરી વિવિધ દાતાઓ દ્વારા દાન એકત્ર કરી અદ્યતન બનાવવાનું શરૂ કરું દીધું છે.

જેમાં કડી ના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ભાગ્યોદય હોસ્પીટલ ટ્રષ્ટ ના મોવડી મંડળ ના કાર્ય ને બિરદાવ્યું હતું.તેમજ દિલીપભાઈ પટેલ જેમણે છેલ્લા એક વર્ષમાં સાડા ત્રણ કરોડ જેટલું દાન આપવા તેમજ અન્ય દાતાશ્રીઓનો સેવાનું કાર્ય કરવા બદલ અભિનંદન આપ્યા હતા.ભાગ્યોદય હોસ્પિટલ ટ્રેશતના ચેરમેન દિલીપભાઈ પટેલે દર્દીઓ વધારે માં વધારે ભાગ્યોદય હોસ્પિટ લેવા માટે લોકોને અનુરોધ કર્યો હતો અને ભવિષ્યમાં કડી માં 300 બેડ ની મેડિકલ કોલેજ બનાવવાનનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ભાગ્યોદય હોસ્પિટલના ડાયગ્નોસ્ટીક સેન્ટર નું ભૂમિપૂજન તેમજ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અદ્યતન વિશાળ લેબોરેટરી,બાયપાસ સર્જરી(ઓપરેશન થિયેટર),જેવી વિવિધ નવી સુવિધાઓ નું ઉદ્ધાટન કર્યું હતું તેમજ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યોજાયેલ સમારોહમાં ગોપાળલાલજી હવેલીના વૈષ્ણવાચાર્ય યદુબાવા,કરશનભાઇ સોલંકી(કડી ધારાસભ્ય),અરવિંદભાઈ પટેલ(મેપ ઓઇલ),વિનોદભાઈ પટેલ(ચેરમેન એપીએમસી કડી),વલ્લભભાઈ પટેલ(ચેરમેન એસ.વી.સંસ્થા),દિલીપભાઈ પટેલ(રાજા ઇન્ડ.),શારદાબેન પટેલ(પ્રમુખ કડી પાલિકા),આર.પી.પટેલ(વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન),કાંતિભાઈ પટેલ(રામ) તથા ઘણી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

ભાગ્યોદય હોસ્પિટલને મેડિકલ કોલેજ બનાવવાનું સપનું-દિલીપભાઈ પટેલ ( રાજા ઇન્ડ.)

સને 1985 માં કડી તાલુકા ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા શરૂ થયેલી ભાગ્યોદય હોસ્પિટલ ને 35 વર્ષ પૂર્ણ કરતા વટવૃક્ષ બની ગયી છે હજુ પણ લોકો ને કોઈપણ બીમારી માં બીજા શહેરોમાં જઈ મોંઘીદાટ દવાઓ ના કરાવવી પડે તે માટે કડી માં ખૂબ જ સસ્તી અને સારી આધુનિક સગવડો પુરી પાડવા માટે નવા વિભાગો નું ઉદ્ઘાટન કર્યું છે જેને નજીક ના ભવિષ્યમાં 300 બેડ ની મેડિકલ કોલેજ બનાવવાની ઈચ્છા હોસ્પિટલના ટ્રષ્ટ ના મોવડી મંડળે વ્યક્ત કરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!